હોલીવુડ સ્ટાર અને હેરી પોટર ફેમ એમા વોટસને કઠુઆ રેપ કેસના આરોપીઓ સામે કેસ લડી રહેલા મહિલા વકીલ દીપિકા સિંહ રાજાવતના સમર્થનમાં ટવીટ કરી જણાવ્યુ કે દીપિકા સિંહ રાજાવતને પૂરી તાકાત મળે આ રીતે માસુમ બાળા પર રેપ કરનારા આરોપીઓ સામે વિરોધ નોધાવી એમા વોટસને આ રીતે ટવીટ કર્યું હતું.
All power to Deepika Singh Rajawat ✊🏻https://t.co/sZzDVcIFNo
— Emma Watson (@EmmaWatson) May 3, 2018
આરોપીઓ સામે કેસ લડી રહેલી દીપિકા સિંહ વોઈસ ઓફ રાઈટસની ચેર પર્સન છે અને તે માનવાધિકાર માટે કામ કરે છે. કેસ ના લડવા માટે તેને સતત ધમકીઓ મળી રહી હતી તેમ છતાં અડગ મને નિર્ભય થઇને માસુમ બાળાને ન્યાય આપવા માટે બીળુ ઉઠાવતા તેનું મનોબળ મજબુત કરવા માટે એમા એ ટ્વીટ કર્યું હતું.અને દીપિકા સિંહે પણ આ ટ્વીટથી ખુસી વ્યકત કરી હતી.

એમા વોટસન હોલીવુડની સ્ટાર હોવાની સાથે સાથે તે યુનાઇટેડ નેશન્સ વુમનસ ગૂડવિલની એમ્બેસેડર છે.
