Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
સંયુક્ત રાષ્ટ્ર (UN) ના મંચ પર પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દે કરવામાં આવેલા ખોટા દાવાઓનો ભારતે અત્યંત આક્રમક અને કડક શબ્દોમાં જડબાતોડ જવાબ આપ્યો છે. યુએન મહાસભાની ચોથી સમિતિમાં 'વસાહતવાદની સમાપ્તિ' (Decolonization) પર ચર્ચા ચાલી રહી હતી, ત્યારે પાકિસ્તાની પ્રતિનિધિએ જમ્મુ-કાશ્મીર અંગે ફરી એકવાર ગેરમાર્ગે દોરનારા નિવેદનો આપ્યા હતા. આ હાસ્યાસ્પદ અને પાયાવિહોણા આક્ષેપો સામે ભારતે તેના 'જવાબ આપવાના અધિકાર' (Right of Reply) નો ઉપયોગ કરીને પાકિસ્તાનને અરીસો બતાવ્યો હતો અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું જેનો પોતાનો ઇતિહાસ લશ્કરી સરમુખત્યારશાહી અને આતંકવાદથી ખરડાયેલો છે, તેણે વૈશ્વિક મંચ પર અન્ય દેશોને ઉપદેશ આપવાનું ટાળવું જોઈએ. "પાકિસ્તાનનો લોકશાહી વિરોધી અને આતંકવાદી ઇતિહાસ જગજાહેર" સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનું પક્ષ રાખતા સાંસદ મહિમા કુમારી મેવાડે પાકિસ્તાનને આડેહાથ લેતા જણાવ્યું હતું કે પાકિસ્તાનનો લશ્કરી સરમુખત્યારશાહી, ધાંધલીવાળી ચૂંટણીઓ, લોકપ્રિય અને ચૂંટાયેલા જનેતાઓની અલોકતાંત્રિક ધરપકડ, ધાર્મિક કટ્ટરવાદ તેમજ રાજ્યની મુખ્ય નીતિ તરીકે આતંકવાદને પ્રોત્સાહન આપવાનો લાંબો અને કાળો ઇતિહાસ રહ્યો છે. તેમણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે અત્યંત નિરાશાજનક બાબત છે કે પાકિસ્તાન ભારતના આંતરિક અને અભિન્ન અંગ એવા કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર વિશે સતત જૂઠાણાં ફેલાવવા માટે આ વૈશ્વિક પ્લેટફોર્મનો દુરુપયોગ કરી રહ્યું છે. ભારતે મક્કમતાપૂર્વક પુનરોચ્ચાર કર્યો છે કે જમ્મુ અને કાશ્મીર એ ભારતનો અવિભાજ્ય અને અભિન્ન હિસ્સો છે અને હંમેશા રહેશે. પાકિસ્તાની કબજા હેઠળના ક્ષેત્રોમાં અત્યાચાર અને બળવો ભારતીય પ્રતિનિધિએ પાકિસ્તાનની ગેરકાયદેસર શાસન વ્યવસ્થા અને માનવાધિકારના ગંભીર ઉલ્લંઘનોનો પર્દાફાશ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના પ્રદેશોની જનતા પાકિસ્તાની સેનાના દમન, અત્યાચાર, ક્રૂરતા અને કુદરતી સંસાધનોના આડેધડ ગેરકાયદે શોષણથી ત્રાસી ગઈ છે. આ વિસ્તારોમાં હવે સ્થાનિક પ્રજા પાકિસ્તાની સેનાના શાસન સામે ખુલ્લેઆમ વિરોધ અને બળવો કરી રહી છે.

india news/યુએનમાં ભારતે પાકિસ્તાનને લીધું આડેહાથ; મહિમા કુમારી મેવાડે કહ્યું, “જેનો ઇતિહાસ કાળો છે તે ઉપદેશ ના આપે”

Pakistan

World News/ચીન-પાકિસ્તાનની વધતી સૈન્ય ભાગીદારીથી ભારત સામે નવો પડકાર, પૂર્વ એર માર્શલનો મોટો દાવો

S Jaishankar

World News/પાકિસ્તાની રિપોર્ટરના પ્રશ્ન પર જયશંકરનો જવાબ, આતંકવાદી દેશ આ સવાલ પૂછી રહ્યો છે?

Saudi Arabia

World News/સાઉદી અરેબિયા પર હુમલા બાદ મક્કા ડિફેન્સ પેક્ટની કસોટી, હવે પાકિસ્તાન-તુર્કી શું કરશે?

SCO Summit

World News/ચીનના BRI પર ભારતનો ફરી વિરોધ, PM એ કહ્યું- કનેક્ટિવિટી સંપ્રભુતાનું સન્માન કરવી જોઈએ

Bangladesh

World News/બાંગ્લાદેશ મક્કા ડિફેન્સ એગ્રીમેન્ટમાં જોડાશે? સાઉદી-પાકિસ્તાન-તુર્કી સાથે હાથ મિલાવવાની તૈયારી

Pakistan Jail

World News/પાકિસ્તાનની જેલમાં ગીરના માછીમારનું મોત, મૃતદેહ વતન પરત લાવવા પરિવારની માગ

Pakistan

World News/સિંધુ જળ સંધિ પર ભારત અડગ, પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય અપીલથી વધી ગરમાવો

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી લગભગ 150 સિંધી હિન્દુ યુવતી (Pakistani Hindu Brides)ઓ લગ્ન માટે ભારત આવી રહી છે

National News/પાકિસ્તાનથી ભારત આવી રહી છે 150 દુલ્હનો, લગ્ન માટે કેમ લેવાયો દુબઈ-શ્રીલંકાનો રસ્તો?

Operation Sindoor

National News/પૂર્વ CDSનો ખુલાસો: ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે, સીમાપાર આતંકવાદ સામે નવી રેડ લાઈન

Posts navigation

Older posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy