S Jaishankar Reply to Pakistani Reporter UNGA News: ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81મા સત્ર દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકર અને પાકિસ્તાની પત્રકાર વચ્ચે આતંકવાદના મુદ્દે સવાલ-જવાબ થયો.
પાકિસ્તાની પત્રકારે ભારત પર પાકિસ્તાનમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવતા સવાલ કર્યો હતો.
તેના જવાબમાં જયશંકરે કહ્યું, “એક આતંકવાદી દેશ મને આ સવાલ પૂછી રહ્યો છે. આ તો હદ થઈ.”

પાકિસ્તાની રિપોર્ટરના સવાલ પર જયશંકરનો જવાબ
જયશંકર અને લાઇબેરિયાના વિદેશ મંત્રી સારા બેયસોલોવ ન્યાન્તિ ન્યૂયોર્કમાં વેપારી જહાજો અને નાવિકોની સુરક્ષા અંગે નવા ‘Group of Friends’(મિત્રોનો સમૂહ) સંબંધિત મીડિયા બ્રીફિંગમાં હતા.
કાર્યક્રમના અંતે એક પાકિસ્તાની પત્રકારે સવાલ કર્યો કે ભારત સરકાર પાકિસ્તાનમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનું ક્યારે બંધ કરશે.
જયશંકરે(S Jaishankar) ટૂંકમાં જવાબ આપ્યો અને ત્યારબાદ ભારતના સંયુક્ત રાષ્ટ્રમાં સ્થાયી પ્રતિનિધિ હરિશ પરવથનેનીએ પત્રકારને કહ્યું કે તેનો જવાબ સ્પષ્ટ રીતે મળી ગયો છે.
#WATCH | 81st UNGA Session | “A terrorist country is asking me that question,” says EAM Dr S Jaishankar in response to a Pakistani’s attempt at heckling EAM with a terrorism ‘question’ pic.twitter.com/wIfu9OUhfO
— ANI (@ANI) September 25, 2026
ભારત-પાકિસ્તાન વચ્ચે આતંકવાદ મુદ્દે લાંબો વિવાદ
ભારત લાંબા સમયથી પાકિસ્તાન પર સરહદ પારના આતંકવાદને લઈને આરોપો લગાવતું આવ્યું છે, જ્યારે પાકિસ્તાન ભારતના આવા આરોપોને નકારે છે.
બંને દેશો વચ્ચે આ મુદ્દો અનેક આંતરરાષ્ટ્રીય મંચો પર ચર્ચાનો વિષય રહ્યો છે.
એપ્રિલ 2025ના પહલગામ આતંકવાદી હુમલા બાદ પણ ભારતે આતંકવાદ અને સુરક્ષાના મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવ્યો હતો.
ભારતે ત્યારબાદ પોતાના સૈન્ય અભિયાનને આતંકવાદી હુમલાના જવાબ તરીકે રજૂ કર્યું હતું.
જહાજો પરના હુમલાનો મુદ્દો પણ ઉઠાવ્યો
મીડિયા બ્રીફિંગ દરમિયાન જયશંકરે(S Jaishankar) ખાડી, લાલ સમુદ્ર અને કાળા સમુદ્રમાં વેપારી જહાજો તથા નાવિકો પર થઈ રહેલા હુમલાનો મુદ્દો પણ ઉઠાવ્યો.
તેમણે કહ્યું કે આવા હુમલાઓ હવે છૂટક ઘટનાઓ સુધી સીમિત રહ્યા નથી અને તે આંતરરાષ્ટ્રીય વેપાર તથા નાવિકોની સુરક્ષા માટે ચિંતાનો વિષય છે.
🇮🇳Indian EAM S Jaishankar shuts down Pakistani🇵🇰 journalist at the UN
Journalist: When will your govt stop sponsoring terrorism in Pakistan?
S Jaishankar: A terrorist country is asking me that question? Come on!
— Ajay Kashyap (@EverythingAjay) September 25, 2026
3 મહિનામાં ભારતીય નાવિકોના મોતની ઘટનાઓ
જયશંકરે(S Jaishankar) તાજેતરની કેટલીક ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો. 18 જુલાઈએ બ્લેક સીમાં એમવી ઓમોર્ફી (MV Omorfi) પર હુમલામાં ભારતીય ચીફ ઓફિસરનું મોત થયું હતું.
ત્યારબાદ 19 જુલાઈએ એમવી ગોલ્ડન લીઓ (MV Golden Leo) પર થયેલા હુમલામાં ચાર ભારતીય નાવિકોના મોત થયા હતા.
સપ્ટેમ્બરમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ‘એમટી એલ ગૈયા’ ટેન્કર પર હુમલા બાદ એક ભારતીય ક્રૂ સભ્ય લાપતા થયો હતો.
17 સપ્ટેમ્બરે ઓમાનની ખાડીમાં MV કેપ ડીઓ (MV Cape Dao) પર થયેલા હુમલામાં એક ભારતીય નાવિકનું મોત થયું હતું.
આજે UNGAમાં ભારતનો પક્ષ રજૂ કરશે જયશંકર
જયશંકર(S Jaishankar) 26 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81મા સત્રના હાઈ-લેવલ સેશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
તેમના સંબોધનમાં વૈશ્વિક સુરક્ષા, આતંકવાદ અને અન્ય આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ભારતનો અભિગમ રજૂ થવાની અપેક્ષા છે.
આ પણ વાંચો:અમેરિકા-ઈરાન કરાર બાદ હોર્મુઝ જળમાર્ગ શરૂ, પણ 48 કલાક પહેલાં પરવાનગી લેવી ફરજિયાત
આ પણ વાંચો:નિર્ણય લેવાના મંચ પર ગ્લોબલ સાઉથનું આગળ હોવું જરૂરી;વિદેશ મંત્રી જયશંકરનો બુલંદ અવાજ
