India LPG supply war crisis update: ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધની વચ્ચે ભારત માટે એક અત્યંત મહત્વના અને સુખદ સમાચાર સામે આવ્યા છે. ભારતીય ધ્વજ ધરાવતું LPG ટેન્કર ‘ગ્રીન સાન્વી’ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) ને સફળતાપૂર્વક પાર કરી ગયું છે અને હવે તે ભારત પહોંચવાની તૈયારીમાં છે.
44,000 મેટ્રિક ટન LPG લઈને આવી રહ્યું છે જહાજ
ગ્રીન સાન્વી જહાજ પર 44,000 મેટ્રિક ટનથી વધુ LPG લદાયેલો છે. ટ્રેકિંગ ડેટા અનુસાર, આ જહાજે શુક્રવારે હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી લીધું છે અને તે 6 એપ્રિલ સુધીમાં મુંબઈ બંદરે પહોંચે તેવી શક્યતા છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં હોર્મુઝ પાર કરનાર આ સાતમું ભારતીય જહાજ છે.
ઈરાને ભારતને આપી ખાસ છૂટ
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધું છે અને ત્યાંથી પસાર થતા જહાજો પાસેથી ટોલ વસૂલી રહ્યું છે. જોકે, ભારત સાથેના મૈત્રીપૂર્ણ સંબંધોને કારણે ઈરાને ભારતીય જહાજોને વિશેષ છૂટ આપી છે. ભારત સતત ડિપ્લોમેટિક સ્તરે ઈરાન સાથે વાતચીત કરી રહ્યું છે જેથી ભારતીય તેલ અને ગેસના ટેન્કરો સુરક્ષિત રીતે પસાર થઈ શકે.
હજુ પણ 17 જહાજો ફસાયેલા છે
ગ્રીન સાન્વીના સફળ ટ્રાન્ઝિટ બાદ પણ હજુ ફારસની ખાડીમાં ભારતના કુલ 17 જહાજો ફસાયેલા છે, જેઓ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરવા માટે ઈરાનના ક્લિયરન્સની રાહ જોઈ રહ્યા છે. આગામી દિવસોમાં અન્ય બે LPG ટેન્કરો, ‘ગ્રીન આશા’ અને ‘જગ વિક્રમ’ પણ ભારત પહોંચે તેવી આશા છે. જો આ જહાજો સમયસર નહીં પહોંચે તો ભારતમાં LPG ની અછત સર્જાઈ શકે છે, પરંતુ ગ્રીન સાન્વીના આગમનથી હાલ મોટી રાહત મળી છે.
આ પણ વાંચો:ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો! માર્ચમાં 50% નો જંગી ઉછાળો, યુદ્ધને કારણે ભાવ $116 ને વટાવી ગયા
આ પણ વાંચો:મોંઘવારીનો ત્રિપલ માર, કોમર્શિયલ સિલિન્ડર ,ATF પછી, પ્રીમિયમ પેટ્રોલ, ડીઝલ પણ મોંઘા થયા
આ પણ વાંચો:પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી ₹13 થી ઘટાડીને ₹3 અને ડીઝલ પર શૂન્ય… ઇંધણ સંકટ વચ્ચે સરકારે મોટી રાહત આપી

