Gujarat Weather/ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી, 3 જિલ્લામાં રેડ એલર્ટ

છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.ઉત્તર ગુજરાતના આ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે.

Top Stories Gujarat Breaking News

Gujarat Weather:ગુજરાત (Gujarat) રાજ્યમાં આજે હવામાન વિભાગે (Meteorological Department) ભારે વરસાદ (Rain) ની આગાહી જાહેર કરી છે, જેમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની તીવ્રતા જોવા મળશે. ખાસ કરીને, ભાવનગર, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત, રાજ્યના 19 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે આ જીલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર દરિયાકાંઠાના જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે.

દાહોદમાં પણ ભારે વરસાદની સંભાવના છે, છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.ઉત્તર ગુજરાતના આ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે.બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા ઉત્તર ગુજરાતના આ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે.અરવલ્લી, મહીસાગર, અમરેલીમાં પણ વરસાદની શક્યતા છે, જેના કારણે ખેતી અને રસ્તાઓ પર અસર થઈ શકે છે.ગીર સોમનાથ, દીવ, ગાંધીનગર: આ વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી છે, જેની સાથે ભેજ અને ઠંડકમાં વધારો થશે.અમદાવાદ, પંચમહાલ, વડોદરામાં પણ વરસાદની આગાહી છે, જેના કારણે શહેરી વિસ્તારોમાં ટ્રાફિક અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ શકે છે.

નર્મદા, તાપી, ડાંગ, નવસારીમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જેની સાથે વાતાવરણ ભેજયુક્ત રહેશે.હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા માછીમારોને 28 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપી છે. આગામી દિવસોમાં દરિયામાં તોફાની પવનો અને ઊંચા મોજાની શક્યતાને ધ્યાનમાં રાખીને આ ચેતવણી જાહેર કરવામાં આવી છે. માછીમારોને સલામત સ્થળે રહેવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાબરમતી નદીના તટ પર 7 લોકો ફસાયા, NDRFની ટીમે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું

આ પણ વાંચો:ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનો કહેર, સાબરકાંઠાના ઉડણી ગામે બોટ તણાઈ, NDRFની ટીમ એલર્ટ

આ પણ વાંચો:વલસાડ જિલ્લામાં ભારે વરસાદનો કહેર, નદીઓ બે કાંઠે, 53 રસ્તાઓ બંધ, ગામોનો સંપર્ક તૂટ્યો