ભારતીય રીઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને બેંક ઓફ ઇંગ્લેન્ડના ગવર્નર પદ માટે નિવેદન કરવા પર મનાઈ કરી દીધી છે. તેમને જણાવ્યું છે કે,
“મારી એવી કોઈ ઈચ્છા નથી, હું જ્યાં છું ત્યાં જ ખુશ છું.”
આરબીઆઈ ના પૂર્વ ગવર્નર લંડનમાં એક કાર્યક્રમમાને સંબોધિત કરી રહ્યા હતા. તેમાં તેમણે જણાવ્યું હતું કે શિકાગો યુનિવર્સીટીમાં મારી નોકરી સારી ચાલી રહી છે જેમાં હું ખુશ છું.
તેમને આગળ જણાવ્યું હતું કે હું કોઈ પ્રોફેશનલ સેન્ટ્રલ બેન્કર નથી, પરંતુ એક એકેડેમિક છું. રાજાને પોતાની વાત સમાપ્ત કરતા જણાવ્યું હતું કે હું ક્યારેય ક્યાય પોતાની જોબ માટે અપ્લાય કરવા નહિ જઈશ.
આપને જણાવી દઈએ કે બેંક ઓફ ઇંગ્લેન્ડમાં આગામી વર્ષે ગવર્નરની સીટ ખાલી થવા જઈ રહી છે. તેવામાં તે પોઝીશનની લીસ્ટમાં સંભવિત હસ્તીઓમાં રઘુરામ રાજન પણ એક નામ છે. બેંક ઓફ ઇંગ્લેન્ડ આપણા રીઝર્વ બેન્કની જેમ જ બ્રિટેનની એક કેન્દ્રીય બેંક છે.
