Morbi News/ મોરબીના હળવદમાં 344 વીઘા સરકારી જમીન કૌભાંડ, 4 આરોપી ઝડપાયા

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં 344 વીઘા સરકારી જમીન નકલી દસ્તાવેજોથી પોતાના નામે કરવાના કૌભાંડ(Land scam) માં 9 સામે ફરિયાદ, 4 આરોપીની ધરપકડ

Top Stories Gujarat Breaking News
Land scam

Morbi News: ગુજરાતમાં જમીન કૌભાંડના કેસો સતત સામે આવી રહ્યા છે. તાજેતરમાં મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં મોટું જમીન કૌભાંડ (Land scam) ઝડપાયું છે, જેમાં આરોપીઓએ નકલી દસ્તાવેજો અને ખોટા રબ્બર સ્ટેમ્પનો ઉપયોગ કરીને કુલ 344 વીઘા (આશરે 138 એકર) સરકારી જમીન (Government land) પોતાના નામે કરી લીધી હતી. આ જમીનની કિંમત આશરે 30 કરોડ રૂપિયાથી વધુ હોવાનું અનુમાન છે.આ કેસમાં હળવદના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર અલ્કેશ ભટ્ટે બે મહિલા સહિત કુલ 9 વ્યક્તિઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અત્યાર સુધીમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી સહિત અન્ય ફરાર છે.

Land scam

હળવદમાં 3 ગામની 344 વીઘા જમીન કૌભાંડ (Land scam)નો મામલો

આરોપ છે કે આરોપીઓએ હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર અને સુંદરીભવાની ગામોમાં આવેલી સરકારી જમીનને ટાર્ગેટ કરી હતી. તેમણે સરકારી કચેરીઓ (Government offices) ના ખોટા રબ્બર સ્ટેમ્પ બનાવ્યા, અધિકારીઓની નકલી સહીઓ કરી અને બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને આ જમીન પોતાના નામે ટ્રાન્સફર કરાવી લીધી હતી

આ કેસમાં, જમીન કૌભાંડ (Land scam) ના સંદર્ભમાં બે મહિલાઓ સહિત નવ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ચાર આરોપીઓ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે. આ કૌભાંડ બનાવટી રબર સ્ટેમ્પ અને અધિકારીઓની નકલી સહીઓ સાથે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને આચરવામાં આવ્યું હતું. બનાવટી દસ્તાવેજ પણ રદ કરવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરેન્દ્રનગર જમીન કૌભાંડનો વિસ્ફોટ: ₹3,850 કરોડનો સોલાર પ્રોજેક્ટ માત્ર ₹80 કરોડમાં સોપાયો!

આ પણ વાંચો:સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં ED એ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના સ્ટાફને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા

આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરી પર EDના દરોડા કેમ પડ્યા? જાણો કારણ