Bhuj News:કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં મીઠાઈ અને ફરસાણના વેપારીઓ દ્વારા ગ્રાહકોને છેતરવાના કિસ્સામાં કોર્ટે કડક કાર્યવાહી કરી છે. લગભગ સાડા ચાર વર્ષ જૂના કેસમાં કોર્ટે “ખાવડા સ્વીટ એન્ડ ફરસાણ”ના સંચાલકો દયારામ અને મહેશ દાવડાને ભેળસેળ (Food adulteration) ના આરોપમાં દોષિત ઠેરવીને 6 મહિનાની કેદની સજા તેમજ 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ચુકાદાએ ફૂડ સેફ્ટીના મુદ્દે વેપારીઓમાં ચિંતાનું વાતાવરણ સર્જ્યું છે.
ભેળસેળ કરનારા (Food Adulteration) સાવધાન!
આ કેસની વિગતો અનુસાર, ભુજ (Bhuj) ના સંસ્કાર નગર વિસ્તારમાં આવેલી આ દુકાનમાંથી નગરપાલિકા અથવા ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા લેવામાં આવેલા મીઠાઈ અથવા ફરસાણના નમૂનાઓમાં ભેળસેળ (Food adulteration) મળી આવી હતી. આના આધારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ગુજરાત સરકારે (Gujarat government) ખાદ્ય સુરક્ષા અને ધોરણો અધિનિયમ, 2006ની કેટલીક દંડની જોગવાઈઓમાં સુધારો કર્યો છે અને રાજ્ય સ્તરે તેની સમીક્ષા કરી છે જેથી કાયદાના અસરકારક અમલીકરણ માટે રાજ્યની ચોક્કસ જરૂરિયાતોને પૂર્ણ કરી શકાય. આ પ્રક્રિયાના ભાગ રૂપે, નાગરિકો, ખાદ્ય વ્યવસાય સંચાલકો અને સંબંધિત સંગઠનોના પ્રતિનિધિઓ પાસેથી મંતવ્યો અને સૂચનો માંગવામાં આવ્યા હતા જેથી લોકોને સલામત અને સારી ગુણવત્તાનો ખોરાક મળે તેની ખાતરી કરી શકાય છે.
