Surat News/ સુરતમાં ઘી-માખણમાં ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી, 45 નમૂના સબ-સ્ટાન્ડર્ડ જાહેર

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને (SMC) ઘી-માખણના નમૂનાઓમાં ભેળસેળનો ભંડાફોડ, ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ વેપારીઓ સામે કાર્યવાહી કરાઈ.

Top Stories Gujarat Surat Breaking News
SMC

Surat News:દિવસે દિવસે સુરતમાં ભેળસેળિયાઓની સંખ્યા વધી રહી છે ત્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના (SMC) આરોગ્ય વિભાગે આરોગ્ય સાથે ચેડા કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી છે.માહિતી અનુસાર ડેપ્યુટી કમિશનર અને ડેઝિગ્નેટેડ ઓફિસરની સૂચના પર કાર્યવાહી કરીને શહેરના વિવિધ ભાગોમાં ખાદ્ય અને પીણા ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા.

SMC દ્રારા લેવાયેલા 5 ડેરીઓના ઘી-માખણના સેમ્પલ ફેલ

SMC

આ કામગીરી દરમિયાન ફૂડ સેફ્ટી અધિકારીઓએ ગયા મહિને માખણ અને ઘીના કુલ 45 નમૂના એકત્રિત કર્યા હતા.આ નમૂનાઓ યોગ્ય વિશ્લેષણ માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની (SMC) લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.જેને “સબ-સ્ટાન્ડર્ડ” જાહેર કરવામાં આવ્યા હતા.

પરીક્ષણમાં નિષ્ફળ ગયેલા નમૂનાઓમાં ઉધના વિસ્તારમાં ‘ગુજરાત ડેરી’ (Gujarat Dairy) અને ‘ધનરાજ ડેરી’ (Dhanraj Dairy) ના ઘીના નમૂનાઓનો સમાવેશ થાય છે. વધુમાં, વરાછા રોડ પર ‘જનતા ડેરી ફાર્મ એન્ડ જનરલ સ્ટોર’ અને પુણાગામમાં ‘અમૃતધારા ડેરી એન્ડ સ્વીટ્સ’ના માખણના નમૂનાઓ પણ ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયા હતા. નાના વરાછામાં આવેલી ‘ ‘જલારામ ડેરી’માંથી લેવામાં આવેલા ઘીના નમૂનામાં પણ ગુણવત્તા ઓછી હોવાનું જણાયું હતું.

SMC

SMCના ફૂડ વિભાગ (Food Department) દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી મુજબ, જે દુકાનોના નમૂના પરીક્ષણમાં નિષ્ફળ ગયા છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. આ તમામ વેપારીઓ અને એકમો સામે ફૂડ સેફ્ટી એક્ટ, 2006 ની વિવિધ જોગવાઈઓ હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

SMCએ સ્પષ્ટતા કરી છે કે શહેરના રહેવાસીઓને સ્વચ્છ અને આરોગ્યપ્રદ ખોરાક મળે તે સુનિશ્ચિત કરવા માટે આવા નિરીક્ષણો ચાલુ રહેશે.તહેવારો દરમિયાન હોય કે નિયમિત દિવસોમાં, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં મહાનગરપાલિકા કોઈ સમાધાન કરશે નહીં અને આ ઝુંબેશ વધુ તીવ્ર બનાવવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં ફરી એકવાર શંકાસ્પદ નકલી પનીર મળી આવ્યું, આરોગ્ય વિભાગના દરોડા યથાવત

આ પણ વાંચો:સુરભી ડેરીમાં ઘીમાં એસિડ ભેળવીને નકલી પનીર તૈયાર કરાતુ હતું