Surat News/ સુરભી ડેરીમાં ઘીમાં એસિડ ભેળવીને નકલી પનીર તૈયાર કરાતુ હતું

આ જથ્થાને સીઝ કરીને પનીરના સેમ્પલ ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવ્યા

Gujarat Surat

Surat News : નકલી ઘી અને પનીર ઝડપાતુ હોવાની અનેક ઘટનાઓ ગુજરાતમાં સામે આવતી હોય છે. ત્યારે સુરતમાં સુરભી ડેરીમાંથી નકલી પનીરનો જથ્થો પકડાયો હતો. ખટોદરા ખાતેની સુરભી ડેરીમાં મહાનગર પાલિકા અને SOG પોલીસની ટીમે રેડ પાડી હતી. આ રેડ દરમિયાન ડેરીમાંથી 754 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થાને સીઝ કરીને પનીરના સેમ્પલ ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવ્યા હતાં.

મહાનગર પાલિકા અને SOG પોલીસની ટીમે સુરતમાં ખટોદરા સ્થિત સુરભી ડેરીમાં દરોડા પાડીને 754 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો પકડી પાડ્યો હતો. આ પનીરના જથ્થાને સીઝ કરીને તેના સેમ્પલ ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવ્યા હતાં. જેમાં મોટો ખુલાસો થયો છે. સુરભી ડેરીમાં ઘીમાં એસિડ નાંખીને નકલી પનીર બનાવવામાં આવતુ હતું. ઘીમાં ગ્લેશિયલ એસેટિક એસિડનો ઉપયોગ કરીને પનીર તૈયાર કરાતું હતું.

સુરભી ડેરીમાં નકલી પનીર તૈયાર કરીને તેને સુરત શહેરમાં રોડ એક હજાર કિલોના જથ્થામાં વેચાણ કરવામાં આવતુ હતું. ડેરીના માલિકો દ્વારા કેટરર્સ અને નાની ડેરીમાં સસ્તા ભાવે નકલી પનીર વેચવામાં આવતુ હતું. SOG પોલીસ અને સુરત મહાનગર પાલિકાએ દરોડા પાડીને સુરભી ડેરીમાં ચાલી રહેલા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં આવા તત્વો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Z ગ્રુપ બાદ વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ! કરોડોની છેતરપિંડી મામલે 1ની ધરપકડ

આ પણ વાંચો:રાજકોટમાં BZ ગ્રુપ જેવું કૌભાંડ સામે આવ્યું, 300 કરોડથી વધુની છેતરપિંડી

આ પણ વાંચો:BZ ગ્રુપ કૌભાંડ: CID ક્રાઈમે નરેશ હિસાબનીશની કરી ધરપકડ, ઝાલાના રિમાન્ડ પૂરા થતા જેલમાં