Banaskatha News:એક તરફ લોકો વિકસિત ગુજરાતનું સ્વપ્ન જોઈ રહ્યા છે તો બીજી તરફ રાજ્યમાં અંધશ્રદ્ધાના કેસોમાં વધારો થઈ રહ્યો છે.જેમકે આ વાયરલ વિડીયો. વાવ-થરાદ વિસ્તારમાં એક પ્રાથમિક શાળાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.આ વાયરલ વીડિયોમાં (Viral video) પ્રાર્થના સમયે એક વિદ્યાર્થી ધૂણી રહ્યો હોવાનું જોવા મળે છે, જ્યારે અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકો સામાન્ય રીતે પ્રાર્થનામાં જોડાયેલા દેખાય છે.
સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો ( Viral video)

વાયરલ વીડિયોમાં દેખાતા દૃશ્યોમાં વિદ્યાર્થીનું વર્તન અસામાન્ય લાગે છે,જેને કેટલાક લોકો અંધશ્રદ્ધા (Superstition) કે અન્ય કારણો સાથે જોડી રહ્યા છે.વીડિયોમાં શાળાના અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ નજરે પડે છે, જે આ ઘટનાને વધુ ચર્ચાનો વિષય બનાવી રહ્યા છે.
&
View this post on Instagram
nbsp;
એકતરફ બનાસકાંઠા ના સાંસદે અંધશ્રદ્ધાથી દૂર રહેવા જનતાને અપીલ કરી છે.અને બીજી તરફ તેમના જ વિસ્તારમાં આવી ઘટના બની રહી છે. આ વાયરલ વીડિયો (Viral video) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ઝડપથી ફેલાઈ રહ્યો છે.જોકે આ વાયરલ વીડિયોની મંતવ્ય ન્યૂઝ પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો:બનાસકાંઠામાં વાવ-થરાદ જીલ્લા વિભાજન બાદ નવો તાલુકો બનવાના સંકેત
આ પણ વાંચો:વાવ-થરાદમાં સરપંચના જ મકાનમાં ચાલતું હતું ગેરકાયદે કામ, સાયબર સેલની કાર્યવાહી

