Banaskantha News/ બનાસકાંઠામાં સાયબર ક્રાઈમ સામે પોલીસની કાર્યવાહી

સાયબર ક્રાઈમ (Cybercrime) પ્રવૃત્તિઓ વધી રહી છે. ત્યારે હવે તાજેતરમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી સઘન તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે સાયબર ગુનેગારો સ્થાનિક લોકોના બેંક ખાતાઓનો ઉપયોગ કરીને કરોડો રૂપિયાની હેરાફેરી કરી રહ્યા છે.

Gujarat Others Trending
Cybercrime

Banaskantha News: સામાન્ય રીતે વાત કરીએ જો તો આજનો જમાનો ડિજિટલ (digital) છે. અને ડિજિટલ જમનાને કારણે દરેક કામ ડિજિટલ થયું રહ્યું છે . ત્યારે સાયબર ફ્રોડ (cyber froud)ની પણ ઘટનાઓ વધવા લાગી છે. ત્યારે ફરી એક વાર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી સાયબર ક્રાઈમ (Cybercrime) પ્રવૃત્તિઓ વધી રહી છે. ત્યારે હવે તાજેતરમાં પોલીસ (police) દ્વારા કરવામાં આવેલી સઘન તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે સાયબર ગુનેગારો (Cyber ​​criminals)સ્થાનિક લોકોના બેંક ખાતાઓનો ઉપયોગ કરીને કરોડો રૂપિયાની હેરાફેરી કરી રહ્યા છે. આ પ્રકારના ખાતાઓને ટેકનિકલ ભાષામાં ‘મ્યુલ એકાઉન્ટ્સ’ (Mule accounts)કહેવામાં આવે છે.

Cybercrime સામે વાવ પોલીસ સતર્ક બની

બનાસકાંઠા (banaskantha)માં પોલીસ હવે સતર્ક (Alert)બની છે. અને બનાસકાંઠા પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં કુલ 74 બેંક ખાતાઓ (Bank accounts)નો ઉપયોગ સાયબર ફ્રોડ (Cybercrime)ના નાણાં મેળવવા માટે કરવામાં આવ્યો હતો. આ ખાતાધારકો અજાણતા અથવા કમિશનની લાલચમાં પોતાના ખાતા ગુનેગારોને વાપરવા આપતા હોય છે અને જેના કારણે જ ફ્રોડના કેસ  (froud case) વધી રહ્યા છે.  પોલીસ તપાસમાં બહાર આવ્યું  છે કે 5 કેસોમાં ATMનો ઉપયોગ (use)થયો હતો જે ગુનેગારોએ છેતરપિંડી (Fraud)ના નાણાં ઉપાડવા માટે એટીએમ કાર્ડનો સીધો ઉપયોગ કર્યો હતો.અન્ય 5 ખાતાઓમાં ચેક દ્વારા મોટા પાયે નાણાકીય લેવડ-દેવડ કરવામાં આવી હતી.

વાવ પોલીસની સાયબર ફ્રોડ રોકવા કડક કાર્યવાહી  

સાયબર ગુનાઓએ રોકવા માટે અને  સાયબર ક્રાઈમ (Cybercrime)ની આ જાળને તોડવા માટે થરાદ અને વાવ પોલીસ એક્શન મોડમાં આવી છે. આ મામલે કડક કાર્યવાહી કરતા વાવ પોલીસ મથકે કુલ બે ફરિયાદો નોંધવામાં આવી છે, જેમાં તપાસ દરમિયાન 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. થરાદ પોલીસ મથકે પણ સાયબર ફ્રોડનો ગુનો નોંધી 1 આરોપીની ધરપકડ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ પાલનપુરમાં પોલીસે દેશવ્યાપી સાયબર છેતરપિંડીનો પર્દાફાશ કર્યો

આ પણ વાંચોઃ વાવ-થરાદમાં સરપંચના જ મકાનમાં ચાલતું હતું ગેરકાયદે કામ, સાયબર સેલની કાર્યવાહી

આ પણ વાંચોઃ GP-SMASH: સોશિયલ મીડિયા મારફતે રાજ્યના નાગરિકો સાથે કનેક્ટ થવા ગુજરાત પોલીસની પ્રસંશનીય પહેલ…