Rajkot News : રાજકોટ શહેરના ભક્તિનગર વિસ્તારમાં રહેતી 17 વર્ષની કોલેજીયન સગીરાએ તેને ‘માસા’ કહેતી હતી તે જ વ્યક્તિ દ્વારા Sexual Harassment કરાતું હોવાની ફરિયાદ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાઈ છે. આરોપી દ્વારા વારંવાર ફોન કરી ફ્રેન્ડશીપ માટે દબાણ અને પજવણી કરવામાં આવતી હતી.
17 વર્ષની સગીરાની Sexual Harassment
ફરિયાદ અનુસાર, મોરબી રોડ જકાતનાકા પાસે ખોડલધામ સોસાયટીમાં રહેતો 25 વર્ષીય દિવ્યેશ મનસુખ બુસા સગીરાના પિતાનો મિત્ર હોવાથી પરિવાર સાથે ઘરેલુ સંબંધો હતા અને બાળકો તેને ‘માસા’ કહીને બોલાવતા હતા. આ વિશ્વાસનો લાભ લઈ આરોપીએ સગીરાને ફોન દ્વારા હેરાન કરવાનું શરૂ કર્યું હતું.
ગત તા. 11ના રોજ પરિવાર હોટલમાં જમવા ગયો ત્યારે સગીરાના મોબાઈલમાં આરોપીનો કોલ આવતા પિતાને શંકા ગઈ. પુછપરછ કરતાં સગીરાએ જણાવ્યું કે જન્માષ્ટમીના તહેવારથી આરોપી સતત ફોન કરી કોલેજ જતી વખતે રેસકોર્સ રોડ અને બાલભવન નજીકના કેફેમાં બોલાવતો હતો તથા એક વખત તેનો ફોટો પણ પાડ્યો હતો.
સંબંધોની આડમાં સગીરાની Sexual Harassment
પુત્રીની વાત સાંભળતા પરિવાર ચોંકી ઉઠ્યો અને તરત જ ભક્તિનગર Police Stationમાં ફરિયાદ નોંધાવવામાં આવી. પોલીસે Posco એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. આરોપી પ્લાસ્ટિકના કારખાનામાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ સૂત્રો મુજબ, આરોપીના કરતૂતોની જાણ થતા તેની પત્ની ચાર દિવસ અગાઉ સાડા ચાર વર્ષના પુત્રને છોડીને ચાલતી બની હતી. આરોપીની ધરપકડ સમયે તે પુત્રને લઈને પોલીસ સ્ટેશને આવ્યો હતો, જેને બાદમાં સંબંધીઓને સોંપવામાં આવ્યો હતો.
આ સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ મથકના પીઆઈ એમ.એમ. સરવૈયા અને રાઈટર નિલેશભાઈ મકવાણા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
