Surat News/ સુરતમાં પોલીસની હાજરીમાં પણ જનેતાનું અપમાન, દીકરાએ કહ્યું પાછા ન આવતા

Surat Police : સુરતના અમરોલી (Amroli)વિસ્તારમાંથી માનવતાને શર્મસાર કરતી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક વૃદ્ધા (Elder)ને પોતાના જ ઘરમાં નર્ક સમાન જીવન જીવવું પડ્યું. પુત્રવધૂ દ્વારા વૃદ્ધા(Elder)પર સતત માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. સાસુને માન આપવાના બદલે ગાળો બોલવી, જમવામાં માત્ર ત્રણ જ રોટલી આપવી અને વધુ માગે તો મેણાં મારવા […]

Gujarat Surat
police

Surat Police : સુરતના અમરોલી (Amroli)વિસ્તારમાંથી માનવતાને શર્મસાર કરતી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક વૃદ્ધા (Elder)ને પોતાના જ ઘરમાં નર્ક સમાન જીવન જીવવું પડ્યું. પુત્રવધૂ દ્વારા વૃદ્ધા(Elder)પર સતત માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. સાસુને માન આપવાના બદલે ગાળો બોલવી, જમવામાં માત્ર ત્રણ જ રોટલી આપવી અને વધુ માગે તો મેણાં મારવા જેવી ક્રૂરતા સામે આવી છે.હદ તો ત્યારે થઈ જ્યારે પોલીસ (Police)ની હાજરીમાં પણ પુત્રવધૂ અને પૌત્રીએ વૃદ્ધા(Elder)નું અપમાન કરવાનું બંધ ન કર્યું, જે સમાજની સંવેદનાહીનતા દર્શાવે છે.

ત્રણ રોટલી અને અપમાનના મેણાં

મળતી માહિતી મુજબ, વૃદ્ધા(Elder)ને જમવામાં માત્ર ત્રણ જ રોટલી આપવામાં આવતી હતી. જો વધુ ભૂખ લાગ્યાની વાત કરે તો ‘ત્રણ લોકોનું જમવાનું ખાઈ જાઓ છો’ જેવા અપમાનજનક શબ્દો બોલવામાં આવતા. આ માત્ર ભૂખની નહીં, પરંતુ માન અને સ્વાભિમાનની હત્યા હતી. ભારતીય સંસ્કૃતિમાં “માતૃદેવો ભવ:” નો મંત્ર શીખવવામાં આવે છે, પરંતુ આ ઘટનાએ દર્શાવ્યું કે ભૌતિકવાદી દોડમાં મૂલ્યો ક્યાંક ખોવાઈ ગયા છે.

પોલીસ (Police)ની હાજરીમાં પણ વૃદ્ધાનું અપમાન

જ્યારે હ્યુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના ચેતના સાવલિયા અને અમરોલી પોલીસનો સ્ટાફ વૃદ્ધા(Elder)ની મદદ માટે પહોંચ્યો, ત્યારે જે દૃશ્યો સર્જાયા તે ચોંકાવનારા હતા. પોલીસની હાજરીમાં પણ પુત્રવધૂ અને પૌત્રીએ વૃદ્ધા(Elder) સાથે અપમાનજનક વર્તન ચાલુ રાખ્યું હતું, જે દર્શાવે છે કે તેમને કાયદા કે સામાજિક મર્યાદાનો કોઈ ડર નથી. જો જાહેર સેવકોની હાજરીમાં આવી સ્થિતિ હોય, તો બંધ દરવાજાં પાછળ વૃદ્ધા પર શું વીતતી હશે તેની કલ્પના પણ રોંવાટા ઉભા કરી દે તેવી છે.

દીકરાએ પણ ત્યજી દીધી માતાને

આ ઘટનાનો સૌથી કરુણ પાસો એ છે કે, પત્નીના પક્ષે રહીને દીકરાએ પોતાની જ માતાને કહી દીધું કે “જાવ, પાછા ન આવતાં… હું જોવા પણ નહીં આવું.” જે માતાએ નવ મહિના કુખમાં રાખીને સંતાનને જન્મ આપ્યો, આંગળી પકડીને ચાલતા શીખવ્યા, એ જ સંતાન દ્વારા આવું વાક્ય સાંભળવું કોઈ પણ માતાના હૃદયને ચીરવી નાંખે તેવું છે. પત્નીના મોહમાં કે જવાબદારીથી ભાગવાની વૃત્તિમાં પોતાની જ જનેતાને ત્યજી દેનાર પુત્રને સમાજ કળિયુગી કહેવાથી પણ ઓછું નથી.

સદભાવના વૃદ્ધાશ્રમમાં અપાયો આશરો

આખરે હ્યુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રયાસોથી વૃદ્ધાને સદભાવના વૃદ્ધાશ્રમમાં આશરો અપાયો છે. જોકે, વૃદ્ધાશ્રમોની વધતી સંખ્યા સમાજની પ્રગતિ નહીં, પરંતુ આપણા સંસ્કારોના પતનની નિશાની છે. વૃદ્ધાવસ્થા એ જીવનનો એવો પડાવ છે જ્યાં વ્યક્તિને માત્ર પ્રેમ, માન અને હુંફની જરૂર હોય છે. જો આપણે આપણા માતા-પિતાને માન આપી શકતા નથી, તો ધર્મ, ભક્તિ અને સંપત્તિ બધું જ વ્યર્થ બની જાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો : સુરત (Surat) ક્રિકેટ સ્ટેડિયમના કોન્ટ્રાકટરના 2.92 કરોડના ચીટિંગ કેસમાં સુરત કોર્ટે જામીન નામંજૂર કર્યા

આ પણ વાંચો : સુરતમાં ફરી વાર નકલીનો કારોબાર, નકલી કોસ્મેટિક ક્રીમ બનાવતું કારખાનું ઝડપાયું

આ પણ વાંચો: સુરતઃ ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરીને આપઘાત કર્યો