સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. જેમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. કાર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી અનુસાર લાકડા કાપતી 2 મહિલા અને 1 બાળકી ને અડફેટે લેતા ઘટનાસ્થળે 3 ના મોત નીપજ્ય છે.
સુરેન્દ્રનગર જિલ્લા ના લખતર તાલુકા ના ઝમર ગામ પાસે સુરેન્દ્રનગર થી અમદાવાદ તરફ જઈ રહેલ ગાડી નંબર GJ.01.HX.3538 ટાટા મેક્સો ગાડી વાળા એ ઝમર પાસે આવેલ એમ.આર.એસ. બેરિંગ્સ ની ફેક્ટરી પાસે ત્રણ મહિલાઓ લાકડા કાપી રહી હતી જયારે પુર ઝડપે આવતી કારએ ત્રણ લોકોને અડફેટે લેતા ત્રણેય ના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.
મૃતકમાં એક 40વર્ષ ની મહિલા છે તો બીજી 15વર્ષ ની સગીરા જયારે એક 6વર્ષ ની બાળકીનો સમાવેશ થાય છે. જયારે ગાડી કંપની પાસે ની ખાડમાં પલટી મારી ગઈ હતી જયારે ગાડી ચાલક પંજાબ નેશનલ બેંક ના ચીફ મેનેજર પુરષોતમ વિનીત હોવાનું ખુલ્યું હતું. અકસ્માત બાદ પુરષોતમ પોતે જ લખતર પોલીસ સ્ટેશન ખાતે હાજર થઈ ગયા હતા.
મૃતક :-
(1) વાઘેલા ભૂમિકા મોહનભાઇ ઉ.વર્ષ. 6
(2) વાઘેલા મનીષાબેન દિનેશભાઇ ઉ.વર્ષ. 12
(3) વાઘેલા મીનાબેન મોહનભાઇ ઉ.વર્ષ.37
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
