હજુ ગઈ કાલે જ સાબરકાંઠા જિલ્લાના ગાંભોઇ ખાતેથી જમીનમાં દટાયેલી જીવિત નવજાત બાળકી મળી આવી હતી. તો આજે ફરી એક બાળક પાણી વગરના કૂવામાથી મળી આવ્યું છે. મામી મમતાના શર્મસાર કરતાં બે-બે કિસ્સા સામે આવ્યા છે. જનનીની જોડ સખી નહિ મળે રે લોલ … કહેવત ને આ કલિયુગ ખોટી પાડી રહ્યું છે. ભગવાન વિષ્ણુ એ ક્યારેક રામ બની તો કયારેક કૃષ્ણ બની આ ધરતી ઉપર માતાની મમતાનો આસ્વાદ ચાખ્યો છે. ત્યારે આજના કળિયુગમાં માતાની મમતા ક્યાં ખોવાઈ ગઈ જે પોતાના જ જન્મ આપેલા બાળકને છોડવા માટે મજબૂર બની રહી છે.
આજ રોજ દાહોદ જિલ્લામાંથી વધુ એક નવજાત બાળક મળી આવ્યું છે. ગરબાડા તાલુકાના ભે ગામના વગર પાણીના કુવામાંથી તાજું જન્મેલું બાળક મળી આવ્યું છે. ગરબાડા ના ભે ગામના એક કુવા માંથી કોઈ જનેતા પોતાનું પાપ છુપાવવા તાજા જન્મેલા બાળકને કુવામાં મુકી ને ફરાર થઈ હોય તેમ હાલ તો લાગી રહ્યું છે.
બાળકના રડવાનો અવાજ સંભળાયો ત્યારે આજુબાજુ ના લોકો ધટના સ્થળે દોડી આવ્યા હતા. અને સરપંચનેં જાણ કરી હતી. જાગૃત લોકો એ તાત્કાલિક બાલક ને બાહર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. અને નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. ત્યાર બાદ 108,ને જાણ કરવામાં આવી હતી. 108, મારફતે આ ત્યજી દેવાયેલા બાળકને દાહોદ ઝાયડસ દવાખાને સારવાર હેઠળ ખસેડાયા માં આવ્યું હતું. હાલમાં બાલક સારવાર હેઠળ છે. પોલીસ વિભાગ દ્વારા આકસ્મિક ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અત્રે નોધનીય છે કે હિમમતનગર ખાતેથી મળી આવેલી બાળકીને જીવતી જમીનમાં દાટી દેવામાં આવી હતી. અને તેના પિતાએ આર્થિક પરિસ્થિતિને લઈ આ બાળકીને દાટી હોવાનો ખુલાસો થયો છે. તો સરકારે આ બાળકીની તમામ જવાબદારી સ્વીકારી છે.
સાબરકાંઠા/ જીવિત દાટેલી નવજાત બાળકીના માતાએ કહ્યું કેમ દાટી હતી જમીનમાં, કારણ જાણી તમે પણ ચોકી જશો
