Ahmedabad News/ અમદાવાદ હાઈવે પર એક્સપાયર દવાઓનો જથ્થો ફેંકાયો, મીડિયા અહેવાલ બાદ GPCBની એન્ટ્રી

Expired Medicines: અમદાવાદ હાઈવે પર એક્સપાયર થયેલી દવાઓનો જથ્થો મળતા ચકચાર મચી. મીડિયા અહેવાલ બાદ GPCBની ટીમ સ્થળ પર પહોંચી, જોકે ત્યાંથી દવાઓનો જથ્થો ગાયબ મળી આવ્યો. મામલે તપાસની માંગ ઉઠી છે.

Top Stories Gujarat

Ahmedabad News: હાઈવે ( Highway ) પર મોટી માત્રામાં એક્સપાયર થયેલી દવાઓનો ( Expired Medicines) જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે. જાહેર સ્થળે આ રીતે દવાઓનો નિકાલ કરવામાં આવતા પર્યાવરણ અને જાહેર આરોગ્ય સામે ગંભીર સવાલો ઉભા થયા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોમાં પણ ચિંતા જોવા મળી હતી.

મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

ઘટનાની માહિતી મીડિયામાં પ્રસારિત થતાં જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ની ટીમ તાત્કાલિક સ્થળ (investigation) પર પહોંચી હતી. જોકે અધિકારીઓ પહોંચ્યા ત્યારે ત્યાંથી દવાઓનો મોટાભાગનો જથ્થો ગાયબ મળી આવ્યો હતો, જેના કારણે સમગ્ર મામલો વધુ શંકાસ્પદ બન્યો છે.

મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા સ્થળ પરથી સેમ્પલ કબજે

માહિતી અનુસાર, મંતવ્ય ન્યૂઝની (Mantavy News) ટીમે સ્થળ પરથી દવાઓના કેટલાક સેમ્પલ કબજે લીધા હતા. હવે આ સેમ્પલના આધારે દવાઓના સ્ત્રોત અને જવાબદાર વ્યક્તિ કે કંપની સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

કંપની સામે કાર્યવાહીની માંગ, તપાસ પર સૌની નજર

પ્રાથમિક માહિતીના આધારે તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આ દવાઓનો ( Medical Waste Gujarat) ગેરકાયદેસર રીતે નિકાલ કરવામાં આવ્યો હતો કે નહીં. સંબંધિત કંપનીની ભૂમિકા સામે પણ સવાલો ઊભા થયા છે. તપાસ પૂર્ણ થયા બાદ જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે.હાલ સમગ્ર મામલે સંબંધિત વિભાગોની તપાસ ચાલુ છે. દવાઓ ક્યાંથી આવી, કોણે ફેંકી અને સ્થળ પરથી જથ્થો કેવી રીતે ગાયબ થયો તે અંગેના સવાલોના જવાબ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.


આ પણ વાંચો: સાણંદના ચારરાવાડી ગેલેક્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં એક્સપાયર દવાઓનો જથ્થો મળતા ચકચાર

આ પણ વાંચો: મહિસાગરના આરોગ્ય કેન્દ્રમાં ગંભીર બેદરકારી,કલેક્ટરની અચાનક મુલાકાતે, એક્સપાયર દવા નજરે ચડી

આ પણ વાંચો: મહેસાણામાં પશુઓ સાથે ખીલવાડનો બીજો કિસ્સો સામે આવ્યો, એક્સપાયરી દવાથી કરાયે છે સારવાર