Gujarat/ PM નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસે, વિવિધ કામોનુ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

કાફલો એરપોર્ટથી સીધા જ ગાંધીનગર જવા રવાના થયો હતો. વડાપ્રધાન મોદીએ ગાંધીનગરમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી અને વિવિધ પ્રેઝન્ટેશન નિહાળ્યા…

Top Stories Gujarat
PM Narendra Modi's 3-day visit to Gujarat

PM નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આજે સાંજે અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ, મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ થકી સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાંથી તેઓનો કાફલો એરપોર્ટથી સીધા જ ગાંધીનગર જવા રવાના થયો હતો. વડાપ્રધાન મોદીએ ગાંધીનગરમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી અને વિવિધ પ્રેઝન્ટેશન નિહાળ્યા હતા

 19 અને 20 એપ્રિલના દિવસભરના PM મોદીના કાર્યક્રમો

જો આવતીકાલની વાત કરીએ તો વડાપ્રધાન 19 એપ્રિલે સવારે 9:30 કલાકની આસપાસ તેઓ બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલમાં આયોજિત કાર્યક્રમમાં વિકાસ પરિયોજના રાષ્ટ્રને અર્પણ કરશે અને શિલાયન્સ કરશે. જ્યારે 20 એપ્રિલના રોજ સવારે 10:30 કલાકની આસપાસ ગાંધીનગર ખાતે વેશ્વિક આયુષ રોકાણ અને આવિષ્કાર સંમેલનનું ઉદ્ધાટન કરશે. ત્યાર બાદ તેઓ 3.30 કલાકે દાહોદમાં આદિજાતી મહાસંમેલનમાં હાજરી આપશે અને વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ધાટન તેમજ લોકાર્પણ કરશે.