Botad News/ બોટાદ હીરા ચોરીનો ભેદ ઉકેલાયો; 43.11 લાખ રૂ.ના હીરા રિકવર, વેપારીએ નાયબ મુખ્યમંત્રીનો માન્ય આભાર

બોટાદ(Botad)માં નીલમ ડાયમંડ માર્કેટમાંથી થયેલી હીરા ચોરીનો ભેદ ઉકેલાયો. પોલીસે 1437 કેરેટના હીરા રિકવર કરી 3 આરોપીઓને ઝડપી પાડ્યા.

Gujarat Ahmedabad Others Breaking News
Botad

Botad News: બોટાદમાં નીલમ હીરા બજારમાંથી થયેલી હીરાની ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી લીધો છે. પોલીસે ચોરી થયેલા કુલ 1437 કેરેટના હીરા, જેની કિંમત આશરે 43.11 લાખ રૂપિયા હોવાનું જણાવાયું છે, તે રિકવર કર્યા છે. સમગ્ર મામલે ચોરીમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

Botad માં હીરા ચોરીનો ભેદ ઉકેલાયો 

નીલમ હીરા બજારમાંથી હીરાની ચોરી (Diamond theft)ની ઘટના સામે આવ્યા બાદ બોટાદ પોલીસે ટેક્નોલોજીની મદદથી તપાસ શરૂ કરી હતી. ગણતરીના કલાકોમાં પોલીસે ચોરીના કેસમાં મહત્વની કડી મેળવી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. ત્યારબાદ પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી ચોરી થયેલા હીરા કબજે કર્યા હતા.

નાયબ મુખ્યમંત્રીએ વેપારી સાથે મુલાકાત કરી

 Botad

હીરા ચોરીનો ભેદ ઉકેલાયા બાદ નાયબ મુખ્યમંત્રીએ હીરાના વેપારી સાથે મુલાકાત કરી હતી. સમગ્ર મામલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Deputy Chief Minister Harsh Sanghavi)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ માહિતી શેર કરી હતી. વેપારીએ હીરા રિકવર કરવા બદલ પોલીસની કામગીરીની પ્રશંસા કરી નાયબ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો. આ કાર્યવાહીને પગલે બોટાદ પોલીસની ઝડપી તપાસ અને ટેક્નોલોજીના ઉપયોગથી ચોરીનો મુદ્દો ટૂંકા સમયમાં ઉકેલાયો હોવાનું સામે આવ્યું છે.


આ પણ વાંચો: સુરતમાં ડાયમંડ કંપનીમાં કટરથી તિજોરી કાપી 25 કરોડથી વધુ કિંમતના હીરાની ચોરી

આ પણ વાંચો: હીરાની ચોરીના આરોપીને પોલીસે 33 વર્ષ પછી પકડ્યો

આ પણ વાંચો: દિલ્હીમાં ચોરોએ કર્યું મોટું કાંડ, જ્વેલરીના શોરૂમમાંથી 25 કરોડના હીરાની ચોરી ફરાર