Surat News/ સુરતમાં ડાયમંડ કંપનીમાં કટરથી તિજોરી કાપી 25 કરોડથી વધુ કિંમતના હીરાની ચોરી

Surat News : સુરતમાં તહેવારની રજામાં એક ડાયમંડ કંપનીમાં અજાણ્યા શખ્સોએઘૂસીને 25 કરોડથી વધની કિંમતના હીરાની ચોરી કરતા ચકચાર મચી છે.આ બનાવ ની વિગત મુજબ સુરતના કાપોદ્રામાં ડી.કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં તસ્કરો ત્રાટક્યા હતા. કંપનીની ઓફિસની તિજોરી કટરથી કાપીને 25 કરોડથી વધુના હીરા, રોકડની સાથે સાથે CCTV-DVR પણ તસ્કરો લઈ ફરાર થઈ ગયા હતા. […]

Gujarat Surat

Surat News : સુરતમાં તહેવારની રજામાં એક ડાયમંડ કંપનીમાં અજાણ્યા શખ્સોએઘૂસીને 25 કરોડથી વધની કિંમતના હીરાની ચોરી કરતા ચકચાર મચી છે.આ બનાવ ની વિગત મુજબ સુરતના કાપોદ્રામાં ડી.કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં તસ્કરો ત્રાટક્યા હતા. કંપનીની ઓફિસની તિજોરી કટરથી કાપીને 25 કરોડથી વધુના હીરા, રોકડની સાથે સાથે CCTV-DVR પણ તસ્કરો લઈ ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ DCP, ACP, શહેર ક્રાઇમ બ્રાન્ચ સહિત FSLની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી.કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં છેલ્લા ત્રણ દિવસની જાહેર રજાઓનો લાભ ઉઠાવીને તસ્કરોએ આ ચોરીને અંજામ આપ્યો છે. કપૂરવાડી ખાતે આવેલા આ હીરા કારખાનાના ચોથા માળેથી રફ હીરા અને રોકડની ચોરી થઈ છે. ચોરોએ ચતુરાઈપૂર્વક આ ચોરીને અંજામ આપ્યો હતો. સૌપ્રથમ તેઓએ કારખાનાની બહાર લાગેલ ફાયર એલાર્મને તોડી નાખ્યું હતું, જેથી ગેસ કટરનો ઉપયોગ કરતી વખતે કોઈ અવાજ ન થાય અને એલાર્મ વાગે નહીં.

તદુપરાંત ફેક્ટરીમાં પ્રવેશ માટે માત્ર એક જ દરવાજો હોવાના કારણે ચોરોએ લાકડાનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. આશ્ચર્યજનક રીતે ફ્લોર પર કોઈ CCTV કેમેરા નહોતા, જે ચોરો માટે વધુ સરળ બન્યું.આ ઘટનામાં ડી.કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીના ચોથા માળે સ્થિત કારખાનાને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. ચોરોએ ઓફિસની અંદર પ્રવેશવા માટે ઓફિસના કાચ કાઢ્યા હતા. ત્યારબાદ ચોરોએ ત્રણ લેયરવાળી તિજોરીને ગેસ કટર વડે તોડી હતી.

તિજોરીમાં 12 ઈંચ બાય 10 ઈંચનો ઘોબો પાડવામાં આવ્યો હતો, જે દર્શાવે છે કે ચોરો પાસે ગેસ કટર જેવી આધુનિક ચોરીના સાધનો હતા. ચોરી થઈ તે જગ્યાએ ઓફિસની બહારનો એક અને ઓફિસની અંદરના બે કેમેરા પણ ચોરોએ કાઢી નાખ્યા હતા, જેનાથી તેમની ઓળખ છુપાવી શકાય.પોલીસ હવે આસપાસના વિસ્તારના CCTV ફૂટેજની તપાસ કરી રહી છે અને ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળેથી પુરાવાઓ એકત્રિત કરી રહી છે. આ ચોરીમાં કેટલા હીરાની ચોરી થઈ છે? તે અંગેની ચોક્કસ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી પરંતુ, આ ઘટનાએ હીરા ઉદ્યોગમાં સુરક્ષા વ્યવસ્થામાં સુધારો કરવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

DCP આલોક કુમારે જણાવ્યું કે, “અમને જાણવા મળ્યું છે કે, હીરાના કારખાના જ્યાં છે તે બિલ્ડિંગમાં છેલ્લા ત્રણ દિવસથી કોઈ સિક્યુરિટી ગાર્ડ હાજર નહોતો. ત્રણ દિવસની રજા હોવાને કારણે તેમને રજા આપવામાં આવી હતી. આ અવસરનો લાભ ઉઠાવીને ચોરોએ 25 કરોડથી વધુના હીરાની ચોરીના ગુનાને અંજામ આપ્યો છે. ચોરી કરતી વખતે, આરોપીઓએ ત્યાં લાગેલા CCTV કેમેરા તોડી નાખ્યા હતા અને તેનું DVR પણ સાથે લઈ ગયા હતા, જેથી પોલીસને કોઈ પુરાવા ન મળે. ચોરીની પદ્ધતિ જોતા લાગે છે કે આ કોઈ સામાન્ય ચોરી નથી, પરંતુ એક સુનિયોજિત કાવતરું છે.”

તસ્કરો માત્ર હીરા અને રોકડ જ નહીં, પરંતુ ચોરીના કોઈ પુરાવા ન રહે એ માટે ફેક્ટરીના તમામ CCTV કેમેરાની તોડફોડ કરી અને DVR પણ ઉઠાવી ગયા છે. પોલીસ દ્વારા હવે આસપાસના વિસ્તારના CCTV ફૂટેજની તપાસ શરૂ કરવામાં આવી છે, જેથી તસ્કરો અંગે કોઈ માહિતી મળી શકે.પોલીસની પ્રાથમિક તપાસ મુજબ હીરાના કારખાનાના માલિક 15મી તારીખે કારખાનું બંધ કરીને ગયા હતા. કારખાનાની અંદર એક સેફ લોકર હતું, જેમાં આ કિંમતી હીરા રાખવામાં આવ્યા હતા.

ચોરોએ ગેસ કટરનો ઉપયોગ કરીને લોકર તોડ્યું અને અંદરથી લગભગ 25 કરોડ રૂપિયાના હીરાની ચોરી કરી. હાલમાં, ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમો સંયુક્ત રીતે આ કેસની સઘન તપાસ કરી રહી છે. આ ચોરીમાં આંતરરાષ્ટ્રીય ગેંગનો હાથ હોવાની શક્યતાને પણ નકારી શકાય નહીં. પોલીસ ટીમ જુદા-જુદા શહેરોમાં તપાસ માટે મોકલવામાં આવી છે અને નજીકના વિસ્તારના અન્ય CCTV ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે.

મેઇન રોડથી લગભગ 200 મીટર દૂર આવેલા કારખાનામાં ચોરીની આ ઘટના બની છે. કારખાનામાં પહોંચવા માટે પહેલા મેઇન રોડથી 100 મીટર સીધું જવું પડે છે, ત્યારબાદ 50 મીટર ડાબી તરફ વળવું પડે છે અને પછી ફરી 50 મીટર સીધું જતાં આ કારખાનું આવે છે. ત્રણ લેયરની તિજોરી તોડવા માટે ચોરોએ ગેસ કટરનો ઉપયોગ કર્યો હતો. ઘટનાસ્થળેથી એક લાઇટર પણ મળી આવ્યું છે. પોલીસના અનુમાન મુજબ બેથી ત્રણ લોકોએ આ ચોરીને અંજામ આપ્યો હોય શકે છે.

ગેસ કટરથી તિજોરી તોડવામાં આશરે દોઢથી બે કલાક જેટલો સમય લાગ્યો હોવાનો અંદાજ છે. મેઇન રોડથી કારખાના સુધીના રસ્તામાં લગભગ 50 જેટલી દુકાનો તથા અનેક ડાયમંડ ફેક્ટરીઓ આવેલી છે. ચોરોને કારખાનું છેક અંદર તથા ચોથા માળે આવેલું છે તે બાબતની અગાઉથી જ જાણકારી હોવી જોઈએ. આથી, કોઈ જાણભેદુ આ ઘટનામાં સામેલ હોવાની શક્યતા પર પણ પોલીસ તપાસ ચલાવી રહી છે.

કંપનીના જ કોઈ કર્મચારી દ્વારા ટીપ આપવામાં આવી હોય અથવા તો આ ચોરીમાં સામેલ હોય તે પ્રકારની આશંકા સાથે હાલ કંપનીમાં કામ કરી રહેલા તમામ કર્મચારીઓ અને કાઢી નાખવામાં આવેલા અથવા તો જુના તમામ કર્મચારીઓની વિગતો મેળવી તપાસ કરવામાં આવી રહી છે.આ સમગ્ર મામલે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે કાપોદ્રા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ખોડિયારનગર પાસે ડાયમંડના ઓક્શનનો વેપાર ચાલે છે, અહીં 15થી 17 તારીખની વચ્ચે રજા હતી. 15 તારીખની સાંજે માલિક કંપની બંધ કરીને ગયા હતા અને ત્યાર બાદ આજે 18 તારીખે જ્યારે તેમને સવારે કંપનીએ આવ્યા ત્યારે તિજોરીને ગેસકટર મશીનથી કાપીને રફ ડાયમંડ લઇને તસ્કરો ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે અહીં તરત જ પહોંચ્યા છીએ અને CDR કાઢી રહ્યા છીએ અને ક્રાઇમની ટીમને પણ જાણ કરી દેવામાં આવી છે. ક્રાઇમની ટીમ પણ અહીં પહોંચી છે અને અમે બધા મહેનત કરી રહ્યા છીએ કે જલદીથી જલદી તસ્કરોને પકડીએ. અત્યારે માલિકના હિસાબથી 25 કરોડથી વધુનો મુદ્દામાલ અહીં હતો. તેમ છતાં અમે તેમની રસીદ અને બધું વેરિફાઈ કરીને FIR દાખલ કરીને તપાસ કરી રહ્યા છીએ.

તેમણે જે CCTV કેમેરા તોડી નાખ્યા છે અને DVR પણ લઈને જતા રહ્યા છે, એટલે અમને અત્યારે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું નથી કે કેવી રીતે અંદર પ્રવેશ્યા છે, પરંતુ તેમની પાસે એક ગેસકટર મશીન છે, એના નિશાન છે, કેટલીક ટાઇલ્સ તૂટેલી છે. એના આધારે અમે જોઈ રહ્યા છીએ કે કોઈ વાહન દ્વારા આવ્યા હશે, અમે આસપાસના રસ્તાઓની તપાસ કરી રહ્યા છીએ.આ અંગે ડી.કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીના માલિક દેવેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે અઢી દિવસની રજા હતી. કંપનીમાં અંદાજિત 3 મિલિયન ડોલર એટલે કે, અંદાજે 25થી 30 કરોડની આસપાસનો માલ હતો. માલ અઠવાડિયા પહેલાં જ આવ્યો હતો. આજે સવારે નીચેના ફ્લોરવાળા ભાડૂઆતે ફોન કરીને જાણ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બેંગલુરુની 15 શાળાઓને બોમ્બથી ઉડવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો ચોંકાવનારો મેસેજ


આ પણ વાંચો: Banaskantha News/બનાસકાંઠાના થરાદમાં 50 વર્ષ જૂની પાણીની ટાંકી જર્જરિત હાલતમાં, લોકોને હાલાકી

આ પણ વાંચો: બનાસકાંઠાના સરહદી વિસ્તારમાંથી ઝડપાયો 3.95 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો, દુકાનદાર સામે તપાસ શરૂ

આ પણ વાંચો: બનાસકાંઠાના ડીસામાં ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં પરિસ્થિતિ દયનીય બની