Mehsana News : વડનગરમાં લગ્નની લાલચ આપીને 15 વર્ષની સગીરાનું અપહરણ કરવામાં આવતા આ વિસ્તારમાં ચકચાર મચી છે. આ મામલે સગીરાના પરિવારજનોએ યુવક વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વિગત મુજબ સતલાસણા વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરા અચાનક ઘરેથી ગાયબ થઈ ગઈ.
પરિવારજનોએ શોધખોળ કરી પરંતુ સગીરાનો કોઈ પત્તો ન લાગ્યો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ખેરાલુ તાલુકાના સમોજા ગામનો સંજય ઠાકોર નામનો યુવક સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો છે. આ ઘટના 9 જૂનના રોજ સાંજે 6થી 8 વાગ્યા દરમિયાન બની હતી.
પરિવારજનોએ વડનગર પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બીએનએસ કલમ 137(2) અને 87 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મહેસાણા જિલ્લામાં સગીરાઓના અપહરણના કિસ્સાઓ વારંવાર બનતા હોવાથી ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે.
આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલે DNA પ્રક્રિયા ઝડપી અને પરિવારોને સહાય કરવા નિર્દેશો આપ્યા
આ પણ વાંચો:સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્લેન ક્રેશના ઘટનાસ્થળે પહોંચ્યા
આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલની કર્મભૂમિ બારડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાત લીધી
