Girsomnath News : લગ્ન નોંધણી શાખામાં મેરેજ સર્ટિફિકેટ કઢાવી આપવા રૂ. 7300 ની લાંચ લેતા લગ્ન નોંધણી શાખા, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલીકા કચેરીના પટાવાળા ગોવિંદ સરમણભાઈ કામળીયાની ACBએ ધરપકડ કરી છે.આ કેસની વિગત મુજબ ફરિયાદીએ વેરાવળ – પાટણ સયુંક્ત નગરપાલીકાની લગ્ન નોંધણી શાખામાં મેરેજ સર્ટિ.કઢાવવા માટે કુલ-૪૨ ફાઇલો આપી હતી.
જે પૈકી સમૂહલગ્નની ફાઇલ દીઠ રૂ.૧૦૦ તથા અન્ય ફાઇલોના રૂ.૨૦૦ લેખે એમ કુલ ૪૨ ફાઇલના રૂ.૭,૩૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. ફરીયાદી આ લાંચની રકમ આપવા માગતાં ન હોય ફરીયાદીએ ગીર સોમનાથ ACBનો સંપર્ક કરી ફરીયાદ આપતાં આજ રોજ ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતાં વેરાવળ – પાટણ સયુંક્ત નગરપાલીકા, વેરાવળ ખાતે લાંચની રકમ સ્વિકારી ગોવિંદ સરમણભાઈ કામળીયા સ્થળ પર પકડાઇ ગયો હતો
આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલે DNA પ્રક્રિયા ઝડપી અને પરિવારોને સહાય કરવા નિર્દેશો આપ્યા
આ પણ વાંચો:સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્લેન ક્રેશના ઘટનાસ્થળે પહોંચ્યા
આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલની કર્મભૂમિ બારડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાત લીધી
.
