ગુજરાતમાં ફરી દિવાળીના તહેવાર બાદ કોરોના કેસની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન વર્ગો ટૂંક સમયમાં મુખ્યમંત્રી સાથે ચર્ચા કર્યા બાદ શરૂ કરવા તૈયારી શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ગઇકાલે રાજકોટમાં દાખવી હતી. ત્યારે સરકારની પરવાનગી પૂર્વે રાજકોટની સત્યપ્રકાશ સ્કૂલ દ્વારા ધોરણ 5ના વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી સંમતિપત્ર લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો ;સુપ્રીમ કોર્ટ / નાળીયેર કેવી રીતે ફોડવું અને આરતી કેવી રીતે કરવી તે મામલે કોર્ટ હસ્તક્ષેપ ન કરી શકે : સુપ્રીમ કોર્ટ
ત્યારે રાજકોટ શહેરના બજરંગવાડી શેરી નંબર 4માં આવેલી શ્રી સત્યપ્રકાશ સ્કૂલ દ્વારા ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી ઓફલાઇન અભ્યાસ શરૂ કરવા માટે સંમતિપત્ર સ્વીકારવાનું શરૂ કરી દીધું છે. આ માટે શાળા સંચાલક દ્વારા વાલીઓને વોટ્સએપ પર એક પત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં તારીખ 16 નવેમ્બર એટલે કે આજથી 18 નવેમ્બર કુલ 3 દિવસ દરમિયાન સવારના 9થી 12 વાગ્યા સુધીના સમયમાં સંમતિપત્ર આપવા જણાવવામાં આવ્યું છે. જેમાં ધોરણ 5ની શાળા આગામી ટૂંક સમયમાં ઓફલાઇન શરૂ થનાર હોવાથી સરકારની સૂચના મુજબ સંમતિપત્ર ફરજીયાત છે, માટે સંમતિપત્ર આપનાર વિદ્યાર્થીને જ શાળામાં ઓફલાઇન અભ્યાસ કરવામાં આવશે.
આ પણ વાંચો ;કરતારપુર સાહિબ / મોદી સરકારે આપી ગુરૂ પર્વની ભેટ,આવતીકાલથી કરતારપુર સાહિબ કોરિડોર ખોલવામાં આવશે
ઉલ્લેખનીય છે કે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યામાં દિવાળીના તહેવાર બાદ વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરમાં પણ દિવાળી બાદ 13 જેટલા કોરોના એક્ટિવ કેસ આજ દિન સુધીમાં નોંધાયા છે. ત્યારે કોરોનાના વધતા કેસ સમયે સ્કૂલો ખોલવી કેટલી યોગ્ય એ પણ એક સવાલ વાલીઓના મનમાં સતાવી રહ્યો છે અને આ સમયે વાલીઓ પણ બાળકોને સ્કૂલે મોકલવા સહમત ન હોવાનું અને બાળકોની રસી આવ્યા બાદ સહમતિ દાખવે તેવું જાણવા મળી રહ્યું છે.
