Idar Laloda Milk Cooperative Scam : સાબરકાંઠાના ઈડર તાલુકાની લાલોડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં લાખો રૂપિયાની આર્થિક ઉચાપત સામે આવતાં પશુપાલકોમાં ભારે રોષ ફાટ્યો છે. મંડળીના વહીવટમાં ગેરરીતિના આશંકા હેઠળ ઓડિટ દરમિયાન ₹53,53,000 જેટલી રકમની ઉચાપત સામે આવી છે.
સેક્રેટરી-ટેસ્ટરની કરાઇ ધરપકડ
મંડળીના ચેરમેન અશ્વિન પટેલ દ્વારા નોંધાવેલી ફરિયાદ અનુસાર, સતીશ ડાહ્યા પટેલ (સેક્રેટરી) અને જયંતિ રત્ના પટેલ (ટેસ્ટર) એ પરસ્પર મિલી ભગત કરીને મંડળીના રેકોર્ડમાં ચેડાં કરી, પશુપાલકોના નાણાં વ્યક્તિગત સ્વાર્થ માટે વાપરી નાખ્યા હતા.
દૂધ મંડળીમાં ₹53.53 લાખ ઉચાપત
ઈડર પોલીસ દ્વારા તત્કાલ કાર્યવાહી કરવામાં આવી અને બંને આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. તાજેતરમાં સ્થળ પર થયેલી તપાસમાં આ આંકડો ₹53,53,000 સુધી પહોંચ્યો છે, અને તપાસ દરમિયાન વધુ સંભાવિત સંડોવણી માટે તપાસ ચાલુ રાખવામાં આવી રહી છે.

કૌભાંડ (Scam)થી ગ્રામજનોમાં ભારે રોષ
પશુપાલકો માટે દૂધ મંડળી આવકનું મુખ્ય સાધન હોવાથી, આ કૌભાંડ (Scam)થી ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. સ્થાનિક લોકો આરોપીઓ સામે કડક કાર્યવાહી અને ઉચાપત થયેલી રકમની પુનઃ વસૂલાત માટે માંગ કરી રહ્યા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને કૌભાંડ (Scam)માં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલુ રહેશે.
આ પણ વાંચો: સાબરકાંઠામાં લોકો બન્યા વધુ એક પોન્ઝી સ્કીમનો શિકાર
આ પણ વાંચો: સાબરકાંઠામાં BZ સ્કેમમાં CIDએ હિંમતનગર, બાયડ અને પાલનપુરથી ત્રણ એજન્ટો ઝડપ્યા
આ પણ વાંચો: સાબરકાંઠાના હિંમતનગરના સિકંદર લોઢા વિઝા કૌભાંડમાં બહાર આવી વધુ એક છેતરપિંડી
