Himmatnagar News: સાબરકાંઠા હિંમતનગરના સિકંદર લોઢા વિઝા કૌભાંડનો મામલે મુખ્ય આરોપી અને તેના પુત્ર સહિત ત્રણ સામે ફરિયાદ થઈ છે. હિંમતનગર ગ્રામ્ય પોલીસે આ કેસમાં પાંચમી ફરિયાદ નોંધી છે. આરોપીઓએ બંગાળના યુવકને વિદેશ મોકલવાનું કહી રૂ. 84 .47 લાખની છેતરપિંડી કરી હતી. આમ આ ત્રિપુટીએ વર્ક વિઝા અપાવવાના બહાને ફક્ત આ યુવક જ નહીં અનેક લોકોની સાથે છેતરપિંડી કરી છે.

આ કૌભાંડની તપાસ માટે રચવામાં આવેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે પ્રયાગરાજથી પિતા-પુત્રની ધરપકડ કરી હતી. સિકંદર લોઢા અને તેના જૂથ સામે આ વિઝા કૌભાંડમાં અત્યાર સુધી પાંચ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. આ કૌભાંડની રૂપરેખા જોઈએ તો હિંમતનગરમાં વિઝા કન્સલ્ટન્ટની ઓફિસ ખોલીને લગભગ 10 કરોડથી વધુની છેતરપિંડી આચરનારા સિકંદર લોઢા સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

આ અગાઉ 99 લોકો પાસેથી તે 2.16 કરોડ રૂપિયા ઉસેટી લીધા હોવાનું સામે આવ્યું હતું. તેના પહેલા 38 લોકો સાથે તે 61 લાખથી વધુ રકમની છેતરપિંડી આચરી ચૂક્યા હોવાનો પર્દાફાશ થયો હતો. આમ તેમના રહસ્યોદઘોટનનો આંકડો સતત વધી રહ્યો છે.

સિકંદર લોઢા સામે ફક્ત હિંમતનગરના લોકોની જ ફરિયાદો છે તેવું નથી. તેની સામે સાબરકાંઠા, મહેસાણા, વડોદરા, મોરબીની સાથે બીજા રાજ્યોમાં ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, બિહાર, કર્ણાટક, કેરળ, રાજસ્થાન, દિલ્હીના લોકો પાસેથી પણ રૂપિયા લઈને વિઝા લઈ ન આપવાનો આરોપ છે. આમ આટલા બધા લોકો તેની ઓફિસના ધક્કા ખાતા થઈ ગયા છે. તેમા પણ દરેકને ખબર છે કે તેઓ છેતરાયા છે તે જાણમાં આવ્યા પછી તેમનો આંકડો સતત વધતો જાય છે. તેમની છેતરપિંડીનો ભોગ બનનારાઓનો આંકડો સતત વધતો જ જાય છે.
આ પણ વાંચો: Sabarkantha News/સાબરકાંઠામાં વિઝા કૌભાંડનો પર્દાફાશ, સિકંદર લોઢા અને તેમના પુત્ર સામે SIT તપાસ શરૂ
આ પણ વાંચો: Ahmedabad News/અમદાવાદમાં વિઝા કૌભાંડનો ભોગ બન્યો યુવક,બ્લુસ્કાય વિઝા એન્ડ ઇમિગ્રેશનના સંચાલકે 22 લાખથી વધુની કરી છેતરપિંડી
આ પણ વાંચો: Devbhumi Dwarka News/દ્વારકામાં વિઝા કૌભાંડનો પર્દાફાશઃ સરકારી રેકોર્ડ જ બદલી અપાતો હતો બનાવટી પાસપોર્ટ
