Sabarkantha News/ હિંમતનગરમાં પિતા-પુત્રએ વિદેશના વર્ક પરમીટ વિઝાને બહાને અનેક લોકો સાથે લાખોની છેતરપિંડી કરી

બંને આરોપીઓ પિતા-પુત્રને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી ઝડપી લેવામાં આવ્યા

Gujarat Others

Sabarkantha News : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પિતા-પુત્રની જોડીએ વિદેશના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને અનેક લોકો સાથે લાખો રુપિયાની છેતરપિંડી આચરી છે. છેતરપિંડી કરીને ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયેલા આરોપી પિતા-પુત્રની ધરપકડ કરવા માટે સાબરકાંઠા પોલીસે DySP હિંમતનગરની અધ્યક્ષતામાં SITની રચના કરી હતી. જે ટીમ દ્વારા બંને આરોપીઓ પિતા-પુત્રને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી ઝડપી લેવામાં આવ્યા છે…

હિંમતનગરમાં પિતા-પુત્રની જોડીએ વર્ક પરમિટ વિઝા અપાવવાની આકર્ષક જાહેરાતો સોશિયલ મીડિયામાં દર્શાવી લાખોની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી.ગત સપ્તાહે હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકમાં સિકંદર લોઢા અને તેના પુત્ર સમન લોઢા સહિત ત્રણ લોકો સામે બે અલગ અલગ પોલીસ ફરિયાદ છેતરપિંડીને લઈ દાખલ કરી હતી. આ સાથે જ સાબરકાંઠા પોલીસ દ્વારા એક  SITની રચવા કરવામા આવી હતી.

દેશભરના અનેક રાજ્યોમાંથી લોકો હિંમતનગરમાં પોલીસ મથકે એકઠા થઈને ન્યાયની માંગ કરતા એસઆઈટીની રચના કરવામા આવી હતી. હિંમતનગર DySP અતુલ પટેલની આગેવાનીમાં રચવામાં આવેલી SIT દ્વારા તપાસ ધરવામાં આવતા કૌભાંડ આચરનારા પિતા-પુત્રની ધરપકડ કરવા માટે સતત શોધખોળ કરવામાં આવી હતી. આ દરમિયાન SIT ટીમે પિતા-પુત્ર સિકંદર અને સમન લોઢાને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી ઝડપી લીધા છે…

સિકંદર લોઢા અને સમન લોઢાએ કાશ્મીર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યના લોકોને પોતાની છેતરપિંડીનો શિકાર બનાવ્યા છે. અનેક લોકો પાસેથી લાખો રુપિયા વિઝા પરમીટ માટેની રકમને બહાને એડવાન્સ લઈ લીધા હતા. વિઝા નહીં મળતા અને પાસપોર્ટ તેમની પાસે જમા રાખતા અનેક લોકોએ ઉઘરાણી કરી હતી. જેને લઈ ફોન બંધ કરીને સિંકદર લોઢા અને તેના પુત્ર સમન લોઢા ઓફિસ બંધ કરીને ગૂમ થઈ ગયા હતા.

જેને લઈ ભોગ બનનારાઓના ટોળા હિંમતનગરના રુરલ પોલીસ મથકે એકઠા થયા હતા. દેશભરમાંથી આવેલા પીડિતોએ પોલીસને સતત રજૂઆતો કરતા પ્રાથમિક તપાસ બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.પોલોસ દ્વારા વિઝા કંસલન્ટિંગ કંપનિમાં સિકંદર લોઢાની પત્ની પણ ડિરેક્ટર હોવાને લઈ તેની પણ ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પોપટ સોરઠીયા હત્યા કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા પર મોટા પ્રહારો

આ પણ વાંચો:ગોંડલના રીબડા સ્થિત અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહની કેરળથી ધરપકડ

આ પણ વાંચો:ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, અનિરુદ્ધસિંહ જાડેજાની માફી રદ