ગુજરાતની 15 વિધાનસભાની ચૂંટણીને ગણતરીના કલાકો જ બાકિ છે ,ટૂંક સમયમાં મતગણતરી શરૂ થઇ જશે. આ વખતે ફરી એકવાર ચૂંટણી જીતવા માટે ભાજપ સજ્જ છે! કોંગ્રેસ પરિવર્તન કરી શકે છે કે તે જોવાનું રહેશે, રાજયમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે. ગણતરીની મિનિટોમાં જ હવે મતગણતરી થવા જઇ રહી છે, એવામાં મોટા સમાચાર કોંગ્રેસથી સામે આવી રહ્યા છે. કોંગ્રેસે દિગ્ગજ નેતાઓની મહત્વની બેઠક યોજી છે. શું આ પરિવર્તનનો વિશ્વાસ છે કે પછી હગારનો મંથન છે તે તો પરિણામ પછી જાણી શકાશે.
ઉલ્લેખનીય છે કે મતગણતરી પહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે સિનિયર નેતાઓની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠક પ્રદેશ પ્રભારી રઘુ શર્માની આગેવાનીમાં યોજાઈ હતી. જેમાં ચૂંટણીમાં થયેલા મતદાનના આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે 125 બેઠક જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. મતદાન મુજબની બેઠકો મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. સંભવિત પરિણામ બાદના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે તેવી પણ માહિતી પાપ્ત થઈ છે. ત્યારે મતગણતરી અગાઉ કોંગ્રેસે ધારાસભ્યો તૂટવાના ડરને લઈ એક મોટો નિર્ણય લીધો છે. જેમાં જે ધારાસભ્ય ચૂંટાશે તેમને ગુજરાત બહાર લઈ જવા વિચારણા કરવામાં આવી છે. કોંગ્રેસ જીતની નજીક હશે તો ધારાસભ્યને બહાર લઇ જવાશે, ભાજપ કોંગ્રેસના ધારાસભ્યને ન તોડે તે માટે આ પ્લાન બનાવવામાં આવ્યો છે.
