Not Set/ ભરુચમાં સામે આવ્યા અધધધ 15 પોઝિટિવ કેસ, અમદાવાદે કાપ્યો ST બસનો વ્યાવહાર…

ભરૂચ જિલ્લામાં કોરોનાનાં અધધધ 15 નવા કેસ નોંધવામાં આવ્યા છે. જો કે, અધધધ કેસ રોજ સામે આવવા તે હવે ગુજરાતનાં કોઇ પણ શહેર માટે નવાઇની વાત બીલકુલ નથી કારણ કે, ગુજરાતનો રોજનો કોરોના પોઝિટિવનો આંકડો હવે 900ની આસપાસ જોવામાં આવી રહ્યો છે. જો કે,  કુદકેને ભૂસકે વધી રહેલા કોરોનાનાં કેસમાં ભરુચમાંથી આજે બપોર સુધીમાં સામે આવેલા 15 કેસમાં ભરૂચ […]

Gujarat Others

ભરૂચ જિલ્લામાં કોરોનાનાં અધધધ 15 નવા કેસ નોંધવામાં આવ્યા છે. જો કે, અધધધ કેસ રોજ સામે આવવા તે હવે ગુજરાતનાં કોઇ પણ શહેર માટે નવાઇની વાત બીલકુલ નથી કારણ કે, ગુજરાતનો રોજનો કોરોના પોઝિટિવનો આંકડો હવે 900ની આસપાસ જોવામાં આવી રહ્યો છે. જો કે,  કુદકેને ભૂસકે વધી રહેલા કોરોનાનાં કેસમાં ભરુચમાંથી આજે બપોર સુધીમાં સામે આવેલા 15 કેસમાં ભરૂચ શહરેમાં  નવા 9 પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે, તો જંબુસરમાં 4, આમોદમાં 1, અંકલેશ્વરમાં 1 કેસ નોંધવામાં આવ્યો છે. 

અપને જણાવી દઇએ કે, જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના 475 કેસ નોંધાયા છે. સાથે સાથે ભરૂચ સિવિલ હોસ્પિટલ વધુ  એકવાર વિવાદમાં પણ આવી છે. કોરોના શંકાસ્પદ દર્દીના મોત બાદ પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે, હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડરની અછતથી યુવકનું મોત નીપજ્યું છે. સામે સિવિલ હોસ્પિટલ દ્વારા પૂરતી સારવાર અપાયાનો દાવો કરવામાં આવ્યો છે. 

વાદ વિવાદ અને વધતા જતા કોરોનાનાં કેસ વચ્ચે અને કોરોનાના વધતા કહેરને પગલે ST વિભાગ દ્વારા પણ એક મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જો કે, આ નિર્ણયનાં સેન્ટરમાં અમદાવાદ અને ભરુચ બનેંમાં વઘતુ સંક્રમણ ધ્યાને રાખવામાં આવ્યાનું વિદિત છે. જી હા, અમદાવાદથી ઉપાડતી કેટલીક બસો રદ્દ કરાવાનો નિર્ણય ST દ્વારા લેવામાં આવ્યો છે અને તેમા અમદાવાદથી ભરૂચની બસ સેવા બંધ કરવામાં આવી છે. જી હા અમદાવાદે ભરુચ સાથેનો ST વ્યાવહાર હાલ તુરંત કાપી નાખ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews