Not Set/ વડોદરાઃ ટ્રાફિક પોલીસ અને વાહન ચાલકો વચ્ચે પાર્કિંગ બાબતે ઘર્ષણ

મંતવ્ય ન્યૂઝ, વડોદરામાં આજે ટ્રાફિક પોલીસ અને વાહન ચાલકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. એક મહિલાએ ટ્રાફિક પોલીસ સામે પૈસા ઉઘરાવતા હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો. મહિલાનું માનીએ તો તેમનું વાહન પાર્કિંગ લાઈનમાં પાર્ક કર્યું હતું આમ છતાં ટ્રાફિક પોલીસ દ્વારા તેમનું વાહન ટોઈંગ કરવામાં આવ્યું. તેથી ઉશ્કેરાયેલા વાહન ચાલકોએ પોલીસના ટોઈંગ વાહનનો ઘેરાવ […]

Gujarat Vadodara

મંતવ્ય ન્યૂઝ,

વડોદરામાં આજે ટ્રાફિક પોલીસ અને વાહન ચાલકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. એક મહિલાએ ટ્રાફિક પોલીસ સામે પૈસા ઉઘરાવતા હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો. મહિલાનું માનીએ તો તેમનું વાહન પાર્કિંગ લાઈનમાં પાર્ક કર્યું હતું આમ છતાં ટ્રાફિક પોલીસ દ્વારા તેમનું વાહન ટોઈંગ કરવામાં આવ્યું. તેથી ઉશ્કેરાયેલા વાહન ચાલકોએ પોલીસના ટોઈંગ વાહનનો ઘેરાવ કરતા ઉત્તેજના વ્યાપી ગઈ હતી. તો વાહન ચાલકોએ પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાના પણ આક્ષેપ કર્યા હતા. પોલીસ અને વાહન ચાલકો વચ્ચેનું શાબ્દિક ઘર્ષણ વધુ વણસતા ACP સહિતના પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા.