Surat News: શહેરમાં ધોરણ 11માં અભ્યાસ કરતા બે સગીર (Minor Girl Boy Missing) ઘરેથી સ્કૂલે જવાનું કહી નીકળ્યા બાદ ગુમ થઈ જતાં પરિવારજનોમાં ચિંતા ફેલાઈ હતી. સગીરાના પિતાએ પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવ્યા બાદ અશ્વિનીકુમાર પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને માનવસૂત્રોની મદદથી બંનેને વલસાડ જિલ્લાના ધરમપુર નજીક આવેલા વિલ્સન હિલ્સમાંથી શોધી કાઢ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન બંને વચ્ચે અગાઉથી પરિચય અને સંબંધ હોવાની વિગતો સામે આવી છે. સગીરાના નિવેદન અને તપાસના આધારે પોલીસે સગીર સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
Minor Girl Boy Missing: સ્કૂલે જવાનું કહી ઘરેથી નીકળી હતી સગીરા
મળતી માહિતી પ્રમાણે સુરતના અશ્વિનીકુમાર રોડ વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરા ધોરણ 11માં અભ્યાસ કરતી હતી. 5 ઓગસ્ટ 2024ના રોજ સવારે તે પોતાના પિતા પાસેથી રૂ.20 લઈને નાના ભાઈ સાથે સ્કૂલે જવા માટે ઘરેથી નીકળી હતી. નાનો ભાઈ સ્કૂલે પહોંચી ગયો હતો, પરંતુ સગીરા બપોર સુધી ઘરે પરત ન ફરતાં પરિવારજનો ચિંતિત બન્યા હતા. પરિવાર દ્વારા સગાં-સંબંધીઓ અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરવામાં આવી હતી. તેમ છતાં સગીરા (Minor Girl Boy Missing)નો કોઈ પત્તો ન મળતાં તેના પિતાએ અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ટ્યુશનમાં સાથે અભ્યાસ કરતા સગીર સાથે સંપર્ક
પોલીસ તપાસમાં સામે આવ્યું કે સગીરા (Minor Girl Boy Missing)નો ટ્યુશનમાં સાથે અભ્યાસ કરતા અન્ય એક સગીર સાથે પરિચય હતો. બંને ધોરણ 11માં અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે. ફરિયાદ બાદ પોલીસે બંનેના સંપર્કો, સંભવિત સ્થળો અને ટેકનિકલ વિગતોના આધારે તપાસ આગળ ધપાવી હતી. તપાસ દરમિયાન બંને સુરતથી બહાર ગયા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.
વિલ્સન હિલ્સમાંથી બંનેને શોધી કાઢ્યા
અશ્વિનીકુમાર પોલીસની ટીમે માનવસૂત્રો તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરી હતી. આખરે પોલીસને બંનેના વલસાડ જિલ્લાના ધરમપુર નજીક આવેલા વિલ્સન હિલ્સમાં હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ પોલીસની ટીમે ત્યાં પહોંચી બંનેને શોધી કાઢ્યા હતા. બંનેને સુરત લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસ તપાસમાં POCSO હેઠળ કાર્યવાહી
તપાસ દરમિયાન સગીરા અને સગીર વચ્ચે શારીરિક સંબંધ હોવાની વિગતો સામે આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. સગીરા સગીર વયની હોવાથી સમગ્ર મામલો પોક્સો કાયદાના દાયરામાં આવે છે. પોલીસે ઉપલબ્ધ માહિતી અને સગીરા (Minor Boy Girl Missing)ના નિવેદનના આધારે આરોપી સગીર સામે BNS તથા POCSO એક્ટની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. કેસની વધુ તપાસ ચાલી રહી છે.
વાલીઓ માટે મહત્વપૂર્ણ સાવચેતી
આ ઘટના સગીર (Minor Girl Boy Missing) બાળકોની સુરક્ષા અને તેમની સાથે ખુલ્લી વાતચીતના મહત્વ તરફ પણ ધ્યાન દોરે છે. કિશોરાવસ્થામાં બાળકોના મિત્રો, સોશિયલ મીડિયા અને બહારની પ્રવૃત્તિઓ અંગે વાલીઓએ માત્ર નિયંત્રણ રાખવાને બદલે તેમની સાથે વિશ્વાસપૂર્ણ સંવાદ જાળવવો જરૂરી છે. બાળક લાંબા સમય સુધી ઘરે પરત ન આવે અથવા સંપર્કમાં ન હોય તો રાહ જોવાને બદલે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો વધુ યોગ્ય છે. સગીર ગુમ થવાના કેસમાં સમયસર પોલીસ ફરિયાદ અને તપાસથી બાળકને સુરક્ષિત રીતે શોધવામાં મદદ મળી શકે છે.
આ પણ વાંચો:મે જલદી વાપસ આઉંગા… સુરતમાં ક્રિકેટર બનવાનું સપનું લઈ બે સગીર ઘરેથી ભાગ્યા
આ પણ વાંચો:‘ફ્રી ફાયર’ની લતમાં 3 સગીર ભાઈ-બહેન ઘરેથી ફરાર, 15 હજાર લઈને મુંબઈ જતી ટ્રેનમાં બેઠા
આ પણ વાંચો:ધો. 10માં અભ્યાસ કરતો છોકરો સગીર છોકરીને લઈને થયો ફરાર
