Surat News: સુરત શહેરના વેડરોડ, પંડોળ વિસ્તારમાં આવેલી સહયોગ પાવર લુમ્સ સોસાયટીમાંથી એક સાથે 3 સગીર ભાઈ-બહેન ગુમ (Surat missing children) થતાં વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ગુમ થયેલા બાળકોમાં 14 વર્ષનો મોટો ભાઈ, 11 વર્ષનો નાનો ભાઈ અને માત્ર 9 વર્ષની નાની બહેનનો સમાવેશ થાય છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બાળકોને ઓનલાઈન ‘ફ્રી ફાયર’ ગેમ રમવાની ગંભીર લત લાગી ગઈ હતી. પરિવારજનોએ ગેમિંગની આદત રોકવા મોબાઈલમાંથી સીમકાર્ડ કાઢી ફોન સંતાડી દીધો હતો, જે બાદ બાળકો ઘર છોડી (Surat missing children)ને ચાલી ગયા હોવાની માહિતી મળી છે.
Surat missing children: મધરાતે ઘરેથી નીકળી ગયા
માહિતી મુજબ 19 મે, 2026ની રાત્રે આશરે 1:30થી સવારે 5:30 દરમિયાન બાળકો કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા. પરિવારને સવારે આ અંગે જાણ થતાં ચિંતા ફેલાઈ ગઈ હતી.
“બાળકો દિવસ-રાત ગેમ રમતા”
બાળકોના પિતાએ જણાવ્યું હતું કે તેઓ કામસર વતન ગયા હતા અને પોતાનો મોબાઈલ ઘરે જ રહી ગયો હતો. આ દરમિયાન બાળકો મોબાઈલમાં સતત ‘ફ્રી ફાયર’ ગેમ (Free Fire game) રમતા હતા. પરિવારજનોએ બાળકોના વધતા ગેમિંગ એડિક્શન અંગે ચિંતા વ્યક્ત કરતાં પિતાએ ત્રણ દિવસ પહેલાં મોબાઈલમાંથી સીમકાર્ડ કાઢી ફોન સંતાડી દીધો હતો.પિતાના જણાવ્યા અનુસાર બાળકો રાત્રે મોડે સુધી ગેમ રમતા અને સ્કૂલ જવાનું પણ ટાળી રહ્યા હતા.
ગુમ (Surat missing children) થયેલા બાળકોની મોટી બહેને જણાવ્યું કે જતાં પહેલાં બાળકો કહીને ગયા હતા કે, “અમે ખાવાનું બનાવી દીધું છે, તમે ખાઈ લેજો.” પરિવારના કહેવા મુજબ ગેમ રમવાની ના પાડવામાં આવતા બાળકો નારાજ હતા અને નાની બહેન પણ બંને ભાઈઓ સાથે ચાલી ગઈ હતી.
15 હજાર રૂપિયા લઈને ભાગ્યા
બાળકો ઘરેથી 15 હજાર રૂપિયા રોકડા લઈને નીકળ્યા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે બાળકો સુરત રેલવે સ્ટેશન (Surat railway station) સુધી પહોંચ્યા હતા.પ્રાથમિક માહિતી અનુસાર તેઓ ભુજ-બાંદ્રા ટ્રેનમાં બેસીને ક્યાંક જતા રહ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બાળકોને શોધવા પોલીસ એક્શનમાં
આ મામલે સુરત પોલીસમાં ગુમ (Surat missing children) થયાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસ દ્વારા CCTV ફૂટેજ, રેલવે સ્ટેશન અને અન્ય સંભવિત સ્થળોની તપાસ શરૂ કરવામાં આવી છે.તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર બાળકોને શોધવા માટે અલગ-અલગ સર્વેલન્સ અને રેડિંગ ટીમો બનાવવામાં આવી છે.
માતા-પિતા માટે ચેતવણી સમાન કિસ્સો
આ સમગ્ર ઘટના ઓનલાઈન ગેમિંગની વધતી લત અને તેના બાળકો પર પડતા પ્રભાવ અંગે ગંભીર સવાલો ઉભા કરે છે. નિષ્ણાતોનું કહેવું છે કે માતા-પિતાએ બાળકોના મોબાઈલ ઉપયોગ અને ગેમિંગ પર ખાસ નજર રાખવી જરૂરી બની ગઈ છે.
આ પણ વાંચો:જૂનાગઢ-ગીર સોમનાથમાં ગુમ થયેલા 198માંથી 196 બાળકોને પોલીસે શોધી કાઢ્યા
આ પણ વાંચો:આસારામ આશ્રમ કેસ: 2008માં ગુમ થયેલા બે બાળકોની CBI તપાસની માંગ કોર્ટએ રદ કરી
આ પણ વાંચો:સુરતમાં 17 દિવસથી ગુમ મહિલા અને બાળકોની આખરે ભાળ મળી
