Jamnagar News/ પેટ્રોલ-ડીઝલ મુદ્દે AAPનો ચોકલેટ વિરોધ

Jamnagar News : દેશભરમાં પેટ્રોલ અને ડીઝલ (Petrol Diesel)ના સતત વધી રહેલા ભાવોને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે જામનગર (Jamnagar)માં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા મોંઘવારી સામે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ‘આપ’ના કાર્યકરોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ‘મેલોડી’ ચોકલેટ વહેંચીને કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ સામે કટાક્ષ કર્યો હતો. જોકે, પ્રદર્શન દરમિયાન […]

Gujarat Others
દેશભરમાં પેટ્રોલ અને ડીઝલ (Petrol Diesel)ના સતત વધી રહેલા ભાવોને લઈને રાજકીય માહોલ ગરમાયો છે

Jamnagar News : દેશભરમાં પેટ્રોલ અને ડીઝલ (Petrol Diesel)ના સતત વધી રહેલા ભાવોને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે જામનગર (Jamnagar)માં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા મોંઘવારી સામે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ‘આપ’ના કાર્યકરોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ‘મેલોડી’ ચોકલેટ વહેંચીને કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ સામે કટાક્ષ કર્યો હતો. જોકે, પ્રદર્શન દરમિયાન પોલીસે જિલ્લા પ્રમુખ સહિત અનેક કાર્યકરોની અટકાયત કરી હતી.

‘મેલોડી ઇતની ચોકલેટી ક્યૂં હૈ?’ના નારાથી ગૂંજી કચેરી

AAPના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢાની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. કાર્યકરોએ ઇંધણના ભાવોમાં ઘટાડો કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. ત્યારબાદ પ્રતિકાત્મક વિરોધ તરીકે સામાન્ય લોકો અને સરકારી કર્મચારીઓને ‘મેલોડી’ ચોકલેટ વહેંચવામાં આવી હતી.
કાર્યકરો દ્વારા ટીવી જાહેરાતના લોકપ્રિય ડાયલોગ “મેલોડી ઇતની ચોકલેટી ક્યૂં હૈ?”નો ઉપયોગ કરીને સરકાર પર નિશાન સાધવામાં આવ્યું હતું. તેમનું કહેવું હતું કે મોંઘવારીથી જનતા પરેશાન છે, જ્યારે સરકાર લોકોની સમસ્યાઓથી દૂર છે.

રાજકીય કટાક્ષ બન્યો ચર્ચાનો વિષય

વિરોધ દરમિયાન કેટલાક કાર્યકરો દ્વારા કરવામાં આવેલી રાજકીય ટિપ્પણીઓ ચર્ચામાં રહી હતી. કાર્યકરોએ કહ્યું કે, “આ આખી મેલોડીની રાજનીતિ બંગાળથી શરૂ થઈ, ઇટાલી સુધી પહોંચી અને હવે જામનગર આવી પહોંચી છે.” આ નિવેદન બાદ સ્થળ પર ભારે ચર્ચા જામી હતી.

પોલીસે કરી અટકાયત

ચોકલેટ વિતરણ અને સૂત્રોચ્ચારને કારણે કલેક્ટર કચેરી ખાતે ભારે હોબાળો સર્જાયો હતો. પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસ દોડી આવી હતી. પોલીસે મંજૂરી વગર વિરોધ પ્રદર્શન કરવાનો આરોપ લગાવી જિલ્લા પ્રમુખ સહિત તમામ કાર્યકરોની અટકાયત કરી હતી. બાદમાં તેમને પોલીસ હેડક્વાર્ટર ખસેડવામાં આવ્યા હતા.
જોકે, પરિસ્થિતિ શાંત થયા બાદ તમામ કાર્યકરોને મુક્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

વધુ ઉગ્ર આંદોલનની ચીમકી

મુક્ત થયા બાદ AAPના આગેવાનોએ જણાવ્યું હતું કે પેટ્રોલ-ડીઝલ (Petrol Diesel)ના વધતા ભાવોના કારણે સામાન્ય અને મધ્યમવર્ગીય લોકો પર સીધી અસર પડી રહી છે. ટ્રાન્સપોર્ટ ખર્ચ વધતાં શાકભાજી અને રોજિંદી વપરાશની વસ્તુઓ પણ મોંઘી થઈ રહી છે. તેમણે ચેતવણી આપી કે જો સરકાર ટૂંક સમયમાં ભાવ ઘટાડો નહીં કરે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.


આ પણ વાંચો : ગેસના ભાવવધારાને પગલે AAPનો વિરોધ : ગેસના બાટલાના પોસ્ટરો સાથે કલેકટર કચેરીએ સૂત્રોચ્ચાર

આ પણ વાંચો : AAPએ અજિત પવારની બગાવત પર કહ્યું ‘તપાસ એજન્સીઓનો ઉપયોગ વિરોધ પક્ષોને તોડવા માટે થઈ રહ્યો છે’

આ પણ વાંચો : કમલમ ખાતે AAPના નેતાઓનો વિરોધનો મામલો, આમ આદમી નેતાઓને મોટી રાહત, AAPના નેતા ઇસુદાન ગઢવીને મળ્યા જામીન, 55 નેતાઓ અને કાર્યકરોને શરતી જામીન મંજૂર, કમલમ પર