Sabarkantha News: સાબરકાંઠા (Sabarkantha)માં ડમ્પરની અડફેટે આવતા બે યુવાનોનાં મોત થતાં ચકચાર મચી ગઈ હતી. બાઈકસવારોનાં મોત થતાં લોકોનાં ટોળેટોળા ઉમટી પડ્યાં હતા. પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સાબરકાંઠા (Sabarkantha) જીલ્લામાં પ્રાંતિજ (Prantij) તાલુકાનાં પિલુદ્રા રોડ પર હજીરપુરા પાસે કાળમુખા ડમ્પરે (Dumper) અડફેટે લેતા બે બાઈક સવારના મોત નિપજ્યાં છે. બંને યુવકોના અકાળે મોતને પગલે સ્થાનિકોમાં રોષ ભરાયો છે. રોષે ભરાયેલા ટોળાનો ડમ્પર-ટ્રકોને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રોષ જોઈ અંધારામાં ભાગતા ડમ્પર ચાલક કૂવામાં પડ્યો હતો. 40 ફૂટ ઉંડા કુવામાં પડેલા ચાલકને બહાર કાઢવા રેસ્ક્યુ (Rescue) હાથ ધરવામાં આવ્યું છે. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.
અગાઉ પણ સાબરકાંઠા (Sabarkantha)ના પ્રાંતિજ તાલુકાના પિલુદ્રા નજીક એક ગમખ્વાર અકસ્માત (Accident)ની ઘટના બની હતી. રેતી ભરેલા ડમ્પર અને રિક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં રિક્ષાચાલક સહિત કેટલાક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને ટોળાએ પિલુદ્રા નજીક 2 ડમ્પરને આગ ચાંપી દીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા અને રિક્ષાચાલક સહિત તેમાં સવાર લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ ડમ્પરચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ટોળાએ પિલુદ્રા નજીક 2 ડમ્પરને આગ ચાંપી દીધી હતી અને 5 ડમ્પરના કાચ ફોડી નાખ્યા હતા. લોકોનો ગુસ્સો એટલો ભયંકર હતો કે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો:અમદાવાદમાં કાંકરિયામાં ડમ્પરે મહિલાને અડફેટે લેતાં નિપજ્યું મોત
આ પણ વાંચો:અમદાવાદમાં બેફામ ડમ્પર ચાલકે બાઈકસવારનો લીધો જીવ, શીલજ બોપલ બ્રિજ પર અકસ્માતની ઘટના
આ પણ વાંચો:વડોદરામાં ડમ્પરે માતા-પુત્રીને અડફેટે લેતા એકનું મોત
