Gujarat Weather: ગુજરાતમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના સત્તાવાર આગમન પહેલાં જ, અરબી સમુદ્રમાં રચાયેલા ચક્રવાતી પરિભ્રમણ (Cyclonic Circulation)ને કારણે 21 થી 26 મે દરમિયાન ભારે પવન અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે વરસાદ માટે જિલ્લાવાર ઓરેન્જ (Orange Alert) અને યલો એલર્ટ (Yellow Alert) આપ્યું છે. આગામી પાંચ દિવસ માટે માછીમારોને પણ ચેતવણી આપવામાં આવી છે.
હવામાનની આગાહી કરતી એજન્સીનાં આંકડા અનુસાર, અમદાવાદમાં હાલનું હવામાન 41°C છે અને આકાશ સ્વચ્છ છે. આજે અમદાવાદ (Ahmedabad)માં સવારનું તાપમાન 33°C થી 45°C સુધી રહેશે અને દિવસભર આકાશ સ્વચ્છ રહેશે. ભેજનું પ્રમાણ 53% થી 82% ની આસપાસ રહેશે અને વરસાદની કોઈ શક્યતા નથી.
સવાર 6 થી સાંજનાં 6 સુધીમાં 48 તાલુકામાં વરસાદ
| તાલુકો | વરસાદ |
| અંકલેશ્વર | 53 મિમી |
| સાવરકુંડલા | 39 મિમી |
| ઉમરપાડા | 37 મિમી |
| તાલાલા | 35 મિમી |
| ઝઘડિયા | 32 મિમી |
| દાહોદ | 31 મિમિ |
| હાંસોટ | 30 મિમી |
| માંગરોળ | 25 મિમી |
| જેસર | 22 મિમી |
| માળિયાહાટીના | 16 મિમી |
| સુરત શહેર | 16 મિમી |
| તળાજા | 15 મિમી |
28 થી 4 જૂન સુધી ચોમાસું બેસી જાય તેવી શક્યતા રહેલી છે. આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ (Orange Alert) આપવામાં આવ્યું છે. હવામાન આગાહીકારોનું માનવું છે કે બિપરજોય કરતા પણ આ વાવાઝોડું (Cyclone) ખતરનાક હશે. દરિયાકાંઠે 100થી વધુ તીવ્રતા સાથે વાવાઝોડું આવશે. મોટાભાગના વિસ્તારોમાં ભારેથી હળવો વરસાદ રહેશે. ગુજરાતનાં દરિયાકાંઠે 1 નહીં પરંતુ 2 વાવાઝોડા ટકરાશે.
જૂનાગઢમાં કમોસમી વરસાદે (Unseasonal Rainfall) વિનાશ વેર્યો છે. માંગરોળ તાલુકામાં ઉભા પાકનો સફાયો થઈ જતાં ખેડૂતોએ રડવાનો વારો આવ્યો છે. બે થી અઢી ઇંચ વરસાદથી વ્યાપક નુકસાન થયું છે. ભારે વરસાદથી ખેડૂતોનો તલ, મગ, અડદ સહિતનો પાક નિષ્ફળ થયો છે. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે. જૂનાગઢમાં રૂદલપુરના ખેડૂતો દ્વારા સરકારને અપીલ કરવામાં આવી છે, વરસાદથી થયેલ નુકસાનીના વળતરની માગ કરાઈ છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં રચાયેલું નીચું દબાણ (Low pressure) ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. દક્ષિણ ગુજરાત ક્ષેત્રના છોટા ઉદેપુર, નર્મદા અને ભરૂચ જેવા જિલ્લાઓમાં આજે ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાત ક્ષેત્રના તમામ જિલ્લાઓ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ગાજવીજ અને હળવાથી મધ્યમ વરસાદ પડશે, જેમાં છૂટાછવાયા સ્થળોએ 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાત ક્ષેત્રના તમામ જિલ્લાઓ જેમ કે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલી અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ જેમ કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે કચ્છમાં પણ વરસાદ પડવાની સંભાવના છે.
આ પણ વાંચો:ગુજરાતમાં 18 જીલ્લામાં ગાજવીજ સાથે મેઘો ત્રાટકશે, ખેડૂતોએ રહેવું પડશે સાવધાન
આ પણ વાંચો:ગુજરાતમાં ખરાબ હવામાનથી 21 લોકોનાં મોત! IMD એ આપ્યું યલો એલર્ટ
આ પણ વાંચો:ગુજરાતમાં 24 કલાક ભારે! ગાજવીજ અને પવન સાથે પડશે માવઠું
