Not Set/ ઉડતા ગુજરાત/ અંકલેશ્વરમાં કરિયાણાની દુકાનમાં ખુલ્લે આમ વેચાતી નશીલી દવાઓ

આજના યુવાધન માટે નશો એ જાણે સામાન્ય બાબત બની ગયી છે. અને નશીલા દ્રવ્યોનું વેચાણ એ પણ હવે સામાન્ય બની ગયું છે. જાહેરમાં ગાંજાનું વેચાણ કે ખેતી, દારૂની ખેપ, ડ્રગ આ બધું હવે આજની પેઢી માટે હાથ વગુ બની ગયું છે. સરકારના માદક પદાર્થોના વેચાણને નાથવાના તમામ પ્રયાસો પર ઠંડુ પાણી ફરી વળ્યું હોય તેમ […]

Gujarat Others

આજના યુવાધન માટે નશો એ જાણે સામાન્ય બાબત બની ગયી છે. અને નશીલા દ્રવ્યોનું વેચાણ એ પણ હવે સામાન્ય બની ગયું છે. જાહેરમાં ગાંજાનું વેચાણ કે ખેતી, દારૂની ખેપ, ડ્રગ આ બધું હવે આજની પેઢી માટે હાથ વગુ બની ગયું છે. સરકારના માદક પદાર્થોના વેચાણને નાથવાના તમામ પ્રયાસો પર ઠંડુ પાણી ફરી વળ્યું હોય તેમ લાગી રહ્યું છે.

વાત કરીએ અંકલેશ્વરની તો અહીં કરીયાણાવાળા પણ માદક પદાર્થનું વેચાણ કરી રહ્યા છે. અંકલેશ્વરની  જીઆઇડીસીની મંગલદીપ સોસાયટીના અનાજ કરિયાણાંની દુકાનમાંથી “તરંગ નામની નશીલી દવાના જથ્થા” સાથે એક ઈસમને ભરૂચ એસ.ઓ.જી. એ ઝડપી પાડ્યો છે. આરોપીનું નામ દિલીપ પ્રકાશભાઈ પોદાર  છે. જે  રહે. સારંગપુર ગામ, અંકલેશ્વર નો જ છે.

યુવાધનને નમાલુ કરવાનું કાવતરું  અને એ પણ સામાન્ય કારીયાનું વેચતા ઇસમ પાસેથી મળી આવતા  અંકલેશ્વર પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. નશીલી ડ્રગની ગોળીઓ અનાજ કરિયાણાં ની દુકાન પર વેચાતા વાલીઓ પણ  ચિંતિત બન્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.