Not Set/ કચ્છ : ખેડોઈ પાસે સર્જાયો અકસ્માત,એકનું મોત, ડમ્પરમાં લગાવી આગ

કચ્છ, રાજ્યમાં રોડ અકસ્માતની ઘટના જાણે સામાન્ય બની હોય તેવું લાગે છે. દિવસના 3-4 અકસ્માતની ઘટના સામે આવતી રહે છે. અકસ્માતમાં અનેક લોકો પોતાનું જીવ પણ ગુમાવતાં હોય છે. ત્યારે કચ્છમાં વધુ એક વ્યક્તિનું અકસ્માતમાં મોત નીપજયું છે. મળતી માહિતી અનુસાર કચ્છના ખેડોઈ પાસે બાઇક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકે […]

Gujarat Others

કચ્છ,

રાજ્યમાં રોડ અકસ્માતની ઘટના જાણે સામાન્ય બની હોય તેવું લાગે છે. દિવસના 3-4 અકસ્માતની ઘટના સામે આવતી રહે છે. અકસ્માતમાં અનેક લોકો પોતાનું જીવ પણ ગુમાવતાં હોય છે. ત્યારે કચ્છમાં વધુ એક વ્યક્તિનું અકસ્માતમાં મોત નીપજયું છે.

મળતી માહિતી અનુસાર કચ્છના ખેડોઈ પાસે બાઇક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકે પોતાના જીવ ગુમાવ્યો છે. પૂર ઝડપે આવી રહેલા ડમ્પરે બાઇકને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો.

આપને જણાવી દઈએ કે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે હાજર રહેલા લોકો ભારે રોષે ભરાયા હતા. જે બાદ રોષે ભરાયેલા લોકોએ ડમ્પરને આગ લગાવી લીધી હતી. ડમ્પર સળગાવ્યા બાદ રસ્તા ચક્કાજામ  કર્યો છે.

જો કે આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને સમગ્ર મામલેને થાળે પાડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન