વલસાડના ગાડરિયા ખાતે મ્મોતી બનાવવાની ફેકટરીમાં અચાનક મશીનનું પ્રેશર વધી જતા અકસ્માત સર્જાયો હતો. અને આ અકસ્માતની ઘટનામાં એક મજુરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડની ગાડરિયા ખાતે આવેલી કૃપા ચેતન્સ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ કે જઆર્ટીફીસીયલ મોટી બનાવવાનું કામ કરે છે. આ ફેકટરીમાં અચાનક મશીનની પ્રેશર વધી ગયું હતું. અને સેન્ટિફ્યુઝ મશીન નું પતરું ફાટતા ફરજ પર હાજર કામદારના પેટમાં ઘુસી ગયું હતું. જેના કારણે કામદારનું પેટના ભાગે ગંભીર ઈજા થઇ હતી અને પેટનો ભાગ ચીરાઈ ગયો હતો. અને તેનું ઘટના સ્થળે મોત થયું હતું.
ઘટનાની જાણ વલસાડ રૂલર પોલીસ ને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પોહચી ગયો હતો. જયારે આ મામલે વધુ તપાસની માંગ ને લઈને મૃતકના પરિવારજનોએ ડેડબોડી સ્વીકારવાથી ઇન્કાર કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
