Surat-Rape/ સુરતઃ દુષ્કર્મ કરી યુવતી પાસેથી પૈસા પડાવનાર બેની ધરપકડ

સુરતની એક યુવતીએ સરથાણા પોલીસ સ્ટેશનમાં બે યુવકો સામે ફરિયાદ નોંધાવી છે. Surat-Rape જેમાં એક સામે દુષ્કર્મનો ગુનો અને બીજા સામે બ્લેકમેલ કરી પૈસા પડાવ્યા હોવા બાબતે ફરિયાદ આપી છે.

Top Stories Gujarat

સુરતની એક યુવતીએ સરથાણા પોલીસ સ્ટેશનમાં બે યુવકો સામે ફરિયાદ નોંધાવી છે. Surat-Rape જેમાં એક સામે દુષ્કર્મનો ગુનો અને બીજા સામે બ્લેકમેલ કરી પૈસા પડાવ્યા હોવા બાબતે ફરિયાદ આપી છે. યુવતીની ફરિયાદ અનુસાર તેને જીલ નામના ઇસમ સાથે મિત્રતા કરી હતી અને ત્યારબાદ જીલે યુવતીને અલગ અલગ જગ્યા પર લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને ન્યૂડ ફોટા પાડ્યા હતા. ત્યારબાદ જિલના મિત્રએ ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવ્યા હતા અને સમગ્ર મામલે યુવતીએ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તેથી પોલીસે બે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતની એક યુવતી દ્વારા સરથાણા પોલીસ સ્ટેશનમાં બે યુવકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. Surat-Rape ફરિયાદમાં જણાવવામાં આવી છે કે જીલ નામના યુવકે તેની સાથે મિત્રતા કેળવીને કેળવી હતી. ત્યારબાદ જીલ નામના ઇસમે યુવતીને ફોન કરીને 24 સપ્ટેમ્બર 2021ના રોજ રાજવી શોપિંગમાં મળવા બોલાવી હતી. યુવતીએ ના પાડી છતાં બળજબરીથી તેને શોપિંગમાં મળવા બોલાવી અને દુકાનમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યો હતો.

ત્યારબાદ જીલે યુવતીના માતા-પિતાને વાત કરવાની ધમકી આપી વેસુના સફલ શહેરમાં આવેલી હોટલ ઓયોમાં લઈ જઈ ફરીથી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યુ હતું. Surat-Rape આ ઘટના બાદ યુવતીના ફોટા વાયરલ કરવાની ધમકી આપીને હોટલમાં બોલાવી શારીરિક સંબંધ બાંધી પૈસાની માગણી કરી હતી.

યુવતી આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપીએ ખોટા વાયરલ કરવાની ધમકી આપી ટુકડે ટુકડે 7 લાખ રૂપિયા પડાવ્યા હતા. Surat-Rape આ ઉપરાંત 8 તોલા સોનાના દાગીના પણ પડાવ્યા હતા અને ત્યારબાદ બીજા આરોપી ફેનીલ દેસાઈએ અવારનવાર યુવતીને ફોન કરી જીલને મેં પૈસા આપ્યા છે અને તું મને પૈસા આપી દે તેવું કહીને યુવતીના ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી અને ચાકુ લઈને તારા ઘરે આવી તને પતાવી દઈશ તેવી પણ ધમકી આપી હતી. ત્યારબાદ 16 4 2023 ના રોજ યુવતીના ઘરેથી રોકડા 40 હજાર રૂપિયા તેમજ તેના માસીના ઘરેથી સોનાના દાગીનાની આરોપીઓએ ચોરી કરી હતી. હાલ આ સમગ્ર મામલે સરથાણા પોલીસ દ્વારા આરોપી જીલ બાવસીયા અને ફેનીલ દેસાઈ તમે ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચોઃ આઇપીએલ-ધોની/ આઇપીએલની છેલ્લી સીઝનમાં રમતા હોવાનો સંકેત ધોનીએ આપ્યો

આ પણ વાંચોઃ Biden-India/ બાઇડેન સપ્ટેમ્બરમાં ભારત આવશે, બંને દેશો વચ્ચેના સબંધોને નવા સ્તરે લઈ જવાની દિશામાં મહત્વનું પગલું

આ પણ વાંચોઃ TET-2 Gujarat/ આવતીકાલે TET-2: ટેટ વનની જેમ સફળ આયોજન કરવા માટે સરકારે કમર કસી