Not Set/ છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદનાં આંકડાઓ જોઇ ચોંકી જશો આપ, અહીં સૌથી વધુ 14 ઈંચ નોંધાયો વરસાદ

રાજ્યમાં જ્યા એક તરફ નવરાત્રીનાં પાવન તહેવારની ખુશી છે તો બીજી તરફ વરસાદનાં કારણે ઉદાસિનતા. રાજ્યમાં જ્યા સાર્વત્રિક વરસાદ પડ્યો છે ત્યારે હવે વરસાદી આંકડાઓ પણ સામે આવ્યા છે. ભારે અને સતત પડી રહેલા વરસાદનાં કારણે અનેક જળાશયો અને ડેમો ભરાઇ ગયા છે. છેલ્લા 24 કલાકનાં વરસાદી આંકડાની વાત કરીએ તો 33 જિલ્લાનાં 213 તાલુકામાં […]

Top Stories Gujarat Others

રાજ્યમાં જ્યા એક તરફ નવરાત્રીનાં પાવન તહેવારની ખુશી છે તો બીજી તરફ વરસાદનાં કારણે ઉદાસિનતા. રાજ્યમાં જ્યા સાર્વત્રિક વરસાદ પડ્યો છે ત્યારે હવે વરસાદી આંકડાઓ પણ સામે આવ્યા છે. ભારે અને સતત પડી રહેલા વરસાદનાં કારણે અનેક જળાશયો અને ડેમો ભરાઇ ગયા છે. છેલ્લા 24 કલાકનાં વરસાદી આંકડાની વાત કરીએ તો 33 જિલ્લાનાં 213 તાલુકામાં વરસાદ પડ્યો છે. જ્યા સૌથી વધુ દ્વારકાનાં ભાણવડમાં 14 ઈંચ વરસાદ તો જામજોધપુરમાં 9 ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં આ વર્ષે વરસાદ ખૂબ મન મુકીને પડ્યો છે. ત્યારે ગુજરાતનાં ઘણા વિસ્તારોમાં વરસાદી કહેર વરતાવ્યો છે. ત્યારે જો વરસાદી આંકડાની વાત કરવામાં આવે તો જામકંડોરણામાં 8 ઈંચ વરસાદ, કચ્છનાં રાપરમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. મળી રહેલી માહિતી અનુસાર 15 તાલુકામાં 4 થી 14 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે 32 તાલુકામાં 2 થી 4 ઈચ સુધી વરસાદ નોંધાયો છે. 30 તાલુકાઓમાં 1 થી 2 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે દ્વારકાનાં ખંભાળિયામાં 6.5 ઈંચ, રાજકોટનાં લોધિકામાં 6 ઈંચ, જામનગરનાં જોડીયામાં 6 ઈંચ, કચ્છનાં ભચાઉમાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

વધુ માહિતી માટે જુઓ મંતવ્ય ન્યૂઝ…

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click 

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.