Not Set/ ગુજરાતમાં કોરોના બેકાબુ 24 કલાકમાં 11176 કેસ નોંધાયા

સમગ્ર દેશમાં કોરોનાએ ફરી હાહાકાર મચાવ્યો છે. ત્યારે આજે રાજ્યમાં કોરોનાના કેસમાં અધધ વધારો નોંધાયો છે,આરોગ્ય વિભાગના સુત્રોની માહિતી અનુસાર રાજ્યમાં કોરોના કેસમાં ખુબ ઝડપી વધારો થઇ રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 11176 કેસ નોંધાયા છે

Top Stories Gujarat Breaking News

સમગ્ર દેશમાં કોરોનાએ ફરી હાહાકાર મચાવ્યો છે. ત્યારે આજે રાજ્યમાં કોરોનાના કેસમાં અધધ વધારો નોંધાયો છે. આરોગ્ય વિભાગના સુત્રોની માહિતી અનુસાર રાજ્યમાં કોરોના કેસમાં ખુબ ઝડપી વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 11176 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદની વાત કરીએ તો સૌથી વધુ 3673 કેસ જોવા મળે છે.

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 11176 કેસ 
અમદાવાદમાં સૌથી વધુ 3673 કેસ
સુરત શહેરમાં 2690, વડોદરામાં 950 કેસ
રાજકોટમાં 440, વલસાડમાં 337 કેસ
ગાંધીનગરમાં 319, ભરૂચમાં 308 કેસ
સુરત ગ્રામ્યમાં 243, ભાવનગર 198 કેસ
જામનગરમાં 170, ગાંધીનગર ગ્રામ્યમાં 134 કેસ
રાજકોટ ગ્રામ્યમાં 133, કચ્છમાં 129 કેસ
નવસારીમાં 155, મહેસાણામાં 117 કેસ
આણંદમાં 103, ખેડામાં 101 કેસ

ઉપરાંત સુરત શહેરમાં કાલ કરતા આંક વધીને 2690 થયો  છે. વડોદરામાં 950  કેસ, રાજકોટમાં 440, વલસાડમાં 337 કેસ,  ગાંધીનગર ગ્રામ્યમાં 134, રાજકોટ ગ્રામ્યમાં 133, કચ્છમાં 129, નવસારીમાં 155 કેસ, ભાવનગરમાં 198, જામનગરમાં 170, મહેસાણામાં 117 કેસ, આણંદમાં 103, ખેડામાં 101 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 24કલાક કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજયમાં  કુલ એક્ટિવ કેસોની સંખ્યા 50612  થઇ છે. જ્યારે 24 કલાકમાં 4285 દર્દીઓને ડિસ્ચાર્જ કર્યા છે. કોરોનાથી રાજ્યમાં કુલ પાંચ દર્દીના મૃત્યુ થયાછે. તો 8,36,140 દર્દીઓ છેલ્લા 24 કલાક દરમિયાન સાજા થયા છે.

છેલ્લા 24 કલાકમાં 4285 લોકો ડિસ્ચાર્જ
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 50612
રાજ્યમાં કોરોનાથી 5 દર્દીઓના મોત
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,93,404
રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,36,140

કોરોનાના નવા આંક સુચવે છેકે રાજ્યની સ્થિતી કેટલી કથળી છે. આગામી દિવસોમાં તહેવારનો માહોલ છે, સાથે જ કમુરતા પુર્ણ થતા લગ્નગાળો પણ પુનઃશરૂ થશે, ત્યારે આ સંખ્યા વધવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. WHOએ પણ ચેતવણી આપી છે કે જો સાવચેતીના પગલા ભરવામાં નહીં આવે તો કોરોનાના બોમ્બને બ્લાસ્ટ થતો અટકાવો મુશ્કેલ બની રહેશે.