Rajkot News : રાજકોટ શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ વિસ્તારમાં આજે ધોળા દિવસે એક લોહિયાળ હત્યા (Murdered) ની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. જાહેર માર્ગ પર એક યુવક પર છરીના એક પછી એક ઘા ઝીંકી નિર્દયતાથી હત્યા (Murdered)કરવામાં આવી હતી. હત્યા બાદ પણ હુમલાખોર યુવકને લાતો મારતો રહ્યો હોવાનું CCTV ફૂટેજમાં સામે આવ્યું છે. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને આક્રોશનો માહોલ સર્જાયો છે.
છરીના 7 ઘા મારી કરાઈ હત્યા
આ ઘટનાને લઈને ACP બી.જે. ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે 43 વર્ષીય નિલેશ હરિભાઇ ટોકીયાની મહેશ જેઠવા નામના વ્યક્તિએ છરીના 7 ઘા મારી હત્યા (Murdered)કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
મૃતક નિલેશ ટોકીયા વ્યવસાયે મિસ્ત્રી કામ કરતો હતો અને તેને સંતાનમાં બે બાળકો છે.
હત્યા (Murdered)બાદ પણ હુમલો ચાલુ રાખ્યો

ચોંકાવનારી બાબત એ છે કે, યુવક જમીન પર પડી ગયા બાદ પણ આરોપી સતત છરીથી હુમલો કરતો રહ્યો અને પછી લાતો મારી ક્રૂરતા દાખવી. આ સમગ્ર ઘટનાના CCTV દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં હુમલાખોર સ્પષ્ટ રીતે યુવક પર હુમલો કરતો નજરે પડે છે.
પ્રેમ પ્રકરણનું કારણ હોવાની આશંકા
હાલ હત્યાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણને લઈને ઝઘડો થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે પોલીસ દ્વારા હજુ સુધી અધિકૃત રીતે કારણની પુષ્ટિ કરવામાં આવી નથી.
પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી
ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. લાશને કબ્જામાં લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે. મૃતક ગુરૂપ્રસાદ ચોક નજીક આવેલા અંકુરનગર વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે.
આરોપી બાઇક પર ફરાર, શોધખોળ તેજ
હત્યાનો આરોપી ઘટના બાદ બાઇક પર ફરાર થઈ ગયો હતો. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે તેમજ પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે.
પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપથી પકડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
વિસ્તારમાં ભયનો માહોલ
આ ઘટનાએ રાજકોટના સ્પીડવેલ વિસ્તારમાં સ્થાનિકોમાં ભય ફેલાવી દીધો છે. જાહેર સ્થળે ધોળા દિવસે આવી ઘટના બનતા લોકોમાં સુરક્ષાની ચિંતા વધી ગઈ છે.
પોલીસ દ્વારા આરોપીને ઝડપથી ઝડપી કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.
આ પણ વાંચો : કામ પરથી પરત ફરતી વખતે મહિલાની છરીના ઘા મારીને હત્યા, પતિની ધરપકડ
આ પણ વાંચો : ખંભાળિયામાં પરિવારજનો જ બન્યા હત્યારા, યુવકની નિર્મમ હત્યાથી ચકચાર
આ પણ વાંચો : સરખેજના ફતેહવાડીમાં ચાકુ મારી યુવકની હત્યા,પૂર્વ પતિ પર શંકા
