Ahmedabad News/ સરખેજના ફતેહવાડીમાં ચાકુ મારી યુવકની હત્યા,પૂર્વ પતિ પર શંકા

આમિર મુકીમ નામના યુવકની ચાકુના ઘા મારીને હત્યા(Murder) કરવામાં આવી છે.

Gujarat Ahmedabad
Murder

Ahmedabad News : અમદાવાદમાં વધુ એક હત્યાની ચકચારભરી ઘટના સામે આવી છે. સરખેજ વિસ્તારના ફતેહવાડી કેનાલ પાસે આવેલા RCC રોડ પર હમીદાનગર સોસાયટીમાં 32 વર્ષીય આમિર મુકીમ નામના યુવકની ચાકુના ઘા મારીને હત્યા (Murder) કરવામાં આવી છે.

પ્રાથમિક માહિતી મુજબ મૃતક આમિર મુકીમના પત્ની અફસાના બાનુંના પૂર્વ પતિએ આ હત્યા (Murder) કરી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આરોપી પૂર્વ પતિએ હાલના પતિને નિશાન બનાવી ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.

ઝોન-7 DCP સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો

આ બનાવ બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ઝોન 7 DCP શિવમ વર્મા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા . આમિર મુકીમ શેખની તેના ઘરની બહાર જ હત્યા કરવામાં આવી છે. આ અંગે FSLની ટીમને પણ જાણ કરવામાં આવી છે, FSLની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ કરશે. મૃતદેહને સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે.

 પોલીસ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે તેમજ સમગ્ર ઘટનાના કારણો અને પરિસ્થિતિ અંગે વધુ તપાસ ચાલી રહી છે.

હત્યા (Murder) ના આ બનાવ બાદ વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો : કામ પરથી પરત ફરતી વખતે મહિલાની છરીના ઘા મારીને હત્યા, પતિની ધરપકડ