Jamnagar News/ જામનગરમાં પ્રેમ લગ્નના વિવાદમાં જૈન યુવાન નિલય કુંડલિયાની છરીના ઘા મારી હત્યા

જામનગરના પંચેશ્વર ટાવર નજીક વંડાફળી વિસ્તારમાં દિવસના અજવાળામાં જૈન યુવાન નિલય કુંડલિયાની છરીના ઘા મારીને હત્યા (Murder) કરવામાં આવી.

Top Stories Gujarat Breaking News
Murder

Jamnagar News:જામનગરના પંચેશ્વર ટાવર નજીક વંડાફળી વિસ્તારમાં આજે એક ભયાનક ઘટના સામે આવી છે, જેમાં પ્રેમલગ્નના કારણે એક જૈન યુવાનની હત્યા (Murder) કરવામાં આવી છે. નીલય કુંડલિયા નામના 28 વર્ષીય યુવાનને ત્રણ શખ્સોએ છરીના ઘા કરીને ધોળા દિવસે જ તેની હત્યા (Murder) કરી દીધી છે. આ ઘટના વંડાફળીમાં આવેલા આદિનાથ એપાર્ટમેન્ટ નજીક બની હતી, જેના કારણે આખા વિસ્તારમાં આતંકનો માહોલ ફેલાયો છે. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી છે.

ત્રણ અજ્ઞાત શખ્સોએ કરી હત્યા (Murder)

મળતી માહિતી અનુસાર, જામનગરના પંચેશ્વર ટાવર નજીક વંડાફળી વિસ્તારમાં આદિનાથ એપાર્ટમેન્ટના પાંચમા માળે રહેતા નીલય કુંડલિયા નામના વણિક સમુદાયના જૈન યુવાનની આજે વસંત પંચમીના દિવસે હત્યા (Murder) કરવામાં આવી છે. માહિતી મુજબ બપોરની આસપાસ ત્રણ અજ્ઞાત શખ્સો ઘરમાં ઘૂસી આવ્યા અને નીલય પર છરીથી ઉપરાંત છાપરી ઘા કર્યા હતા. આ ઘા એટલા ગંભીર હતા કે નીલય લોહી લુહાણ થઈને ત્યાં જ ઢળી પડ્યો હતો.આ વખતે ઘરમાં હાજર રહેલી તેની પત્ની ભારે ચીસો પાડીને પાડોશીઓને મદદ માટે અવાજ કર્યા હતા. અને તેના પતિને બચાવવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ હુમલાખોરો હુમલો કરી ત્યાંથી ભાગી ગયા હતા.

ચીસો સાંભળીને પાડોશીઓ એકઠા થઇ ગયા હતા અને તરત 108 એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો. 108ની ટીમ થોડી જ વારમાં ઘટના સ્થળે પહોંચી અને લોહીથી લથબથ હાલતમાં નીલયને જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતાં જ તેને મૃત જ જાહેર કરવામાં આવ્યો હતો.મૃતક નીલય કુંડલિયાએ આઠ મહિના પહેલા પોતાની પ્રેમિકા સાથે લગ્ન કર્યા હતા, જે તેના પરિવારને મંજૂર નહોતા પ્રેમિકાના પરિવારને આ લગ્ન પસંદ ન આવ્યા હોવાથી,તેમના ભાઈ અને અન્ય બે સાથીઓએ આજે છરી લઈને ઘરમાં ધસી આવ્યા  હતા અને નીલય પર હુમલો કરી તેની હત્યા (Murder) કરી નાખી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જામનગરના ધ્રોલમાં પતિની આત્મહત્યા, પત્ની પણ કૂવામાં કૂદી

આ પણ વાંચો:જામનગરના સિક્કા ગામમાં વિધવા મહિલાની નિર્દય હત્યા, હોટલ સંચાલક સામે ફરિયાદ, પોલીસે તપાસ શરૂ કરી

આ પણ વાંચો:જામનગરમાં ગુનાખોરી અને દુર્ઘટનાઓનો દોર, પોલીસ દરોડા, અકસ્માત અને આત્મહત્યાની ઘટનાઓથી શહેરમાં હડકંપ