Ahmedabad News/ અમદાવાદમાં BGMI ગેમના ઝઘડામાં હત્યા,2ની ધરપકડ

અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન નજીક BGMI ગેમ રમવા બાબતે થયેલા ઝઘડામાં એક યુવાનની છરીના ઘા મારીને હત્યા (Murder) કરાઈ.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Murder

Ahmedabad News:અમદાવાદમાં ગાયકવાડ હવેલી વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચ કચેરી અને પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરના અંતરે એક યુવકની છરીના ઘા મારીને નિર્દય હત્યા (Murder) કરવામાં આવી છે. આ ઘટના 21 જાન્યુઆરી, 2026ની મોડી રાત્રે બની હતી, જેના કારણે આખા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

મૃતક આકાશ બાબુ ઓડ જમાલપુર વિસ્તારની પીરભાઈ ધોબીની ચાલીમાં મકાન નંબર 3માં સંયુક્ત પરિવાર સાથે રહેતો હતો. તેઓ રતનપોળ વિસ્તારમાં આવેલી એક સાડીની દુકાનમાં સેલ્સમેન તરીકે કામ કરતા હતા અને નિયમિત રીતે સવારે નોકરીએ જતો તથા રાત્રે નિયત સમયે ઘરે પરત આવતો હતો.આકાશના ચાર વર્ષ પહેલાં મમતા ઓડ સાથે લગ્ન થયા હતા. ઘટનાના બે દિવસ પહેલાં આકાશ અને તેના પડોશી લાલા રાઠોડ વચ્ચે BGMI ગેમ રમવા અંગે ગાળાગાળી અને બોલાચાલી થઈ હતી. આ ઝઘડો સામાન્ય લાગતો હતો, જેને કોમન મિત્રોએ તાત્કાલિક સમાધાન કરાવી દીધું હતું.પરંતુ લાલા રાઠોડે આ સમાધાનને માત્ર નામનું માન્યું અને અંદરથી આકાશ પ્રત્યે અદાવત રાખી. તેણે પોતાના સાગરીતો સાથે મળીને આકાશની રેકી કરી અને હુમલાનું આયોજન કર્યું.

 લાલા રાઠોડે આકાશની કરી હત્યા (Murder)

21 જાન્યુઆરીની મોડી રાત્રે આકાશ નોકરી પૂરી કરીને બે મિત્રો સાથે બાઈક પર ઘરે પરત આવી રહ્યા હતા. આકાશ બે મિત્રોની વચ્ચે બેઠો હતો. જ્યારે તે ક્રાઈમ બ્રાન્ચ કચેરી પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે લાલા રાઠોડ અને તેના સાગરીતો બર્ગમેન (Burgman scooter) પર તૈયાર ઉભા હતા.લાલાએ બર્ગમેનને આકાશની બાઈક સાથે અથડાવી દીધી. આકાશને લાલાને જોતાં જ ભાગવાનો પ્રયાસ કર્યો અને નજીકના રિક્ષાઓના જૂથ પાસે પહોંચ્યો. પરંતુ લાલા અને તેના સાગરીતોએ તેને ઘેરી લીધો અને ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી દીધા હતા.હુમલો એટલો ભયાનક હતો કે આકાશના પેટના આંતરડા બહાર આવી ગયા હતા. માથા, છાતી અને શરીરના અન્ય ભાગોમાં પણ અનેક છરીના ઘા હતા.જેના કારણે ઘટનાસ્થળે જ આકાશનું મોત નીપજ્યું હતું.હત્યા (Murder) બાદ આરોપીઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ગાયકવાડ હવેલી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.મૃતકના ભાઈ જયેશ બાબુભાઈ ઓડએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં લાલા રાઠોડ અને તેના સાગરીતો વિરુદ્ધ હત્યા (Murder)ની ફરિયાદ નોંધાવી છે. પોલીસે તાત્કાલિક હત્યા (Murder)નો ગુનો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના બોપલમાં પિતરાઈ ભાઈએ જ તિક્ષ્ણ હથિયારથી કરી ભાઈની નિર્મમ હત્યા

આ પણ વાંચો: અમદાવાદમાં ફરી લોહીયાળ ખેલ ખેલાયો, બારેજડીમાં પૈસાની લેતીદેતીમાં યુવકની કરપીણ હત્યા

આ પણ વાંચો:અમદાવાદના બાપુનગરમાં પતિએ પત્નીની હત્યા કરીને પોતે કરી આત્મહત્યા