Sabarkantha News: સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં હડકાયેલા શ્વાનનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અહીં એક હડકાયેલા શ્વાને ભેંસને બચકું (Dog bites) ભરતા ભેંસને હડકવા લાગ્યા બાદ તેનું મોત થયું હતું. આ ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.
Dog bites: ભેંસને બચકું, મોત!
મળતી માહિતી મુજબ, હડકાયેલા શ્વાને ગામમાં ફરી રહેલી એક ભેંસને બચકું (Dog bites) ભર્યું હતું. ત્યારબાદ ભેંસમાં હડકવાના લક્ષણો (Symptoms of rabies) જોવા મળ્યા અને થોડા સમય બાદ તેનું મોત થયું હતું.
ભેંસનું દૂધ ગામના કેટલાક લોકો પીતા હોવાના કારણે લોકોમાં ભય ફેલાયો હતો. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને દૂધ પીનારા લોકોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચવાની સલાહ આપવામાં આવી હતી.
આ બનાવ બાદ 25 કરતાં વધુ લોકો ઈડર હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેમને હડકવાના ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા અને જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.
આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાઈ છે અને તંત્ર દ્વારા હડકાયેલા પ્રાણીઓ સામે સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો:જયપુર એરપોર્ટ પર મહિલા મુસાફરને શ્વાને બચકાભર્યા, ટર્મિનલ 2 છોડતી વખતે બન્યો બનાવ
આ પણ વાંચો:5.58 કરોડ પાણીમાં? સુરતમાં શ્વાનોના ઝુંડે સાડા ત્રણ વર્ષના બાળક પર કર્યો જીવલેણ હુમલો
આ પણ વાંચો:શ્વાન કરડ્યા બાદ યુવકને હડકવા ઊપડ્યો, શ્વાનની જેમ ભસીને લોકોને કરડવા દોડ્યો
