Gandhinagar News/ રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ 2025-26 માટે મહત્વપૂર્ણ 150 દવાઓનો ઉમેરો કરાયો…

EDL (આવશ્યક દવાઓની યાદી) માં ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિ. (GMSCL) દ્વારા વર્ષ 2024-25ની 1,386 દવાઓની સમીક્ષા કર્યા બાદ, 150 નવી દવાઓનો…

Gujarat Gandhinagar Trending
EDL, પ્રફુલ પાનસેરિયા, હ્યદય રોગ, કેન્સર, મુખ્યમંત્રી

Gandhinagar News: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા (Praful Panseria)એ રાજ્યના આરોગ્ય ક્ષેત્રે લેવાયેલા એક મહત્વપૂર્ણ નિર્ણયની વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025-26 માટેની આવશ્યક દવાઓની યાદી (EDL, Essential Drug List)માં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.

એસેન્સિયલ ડ્રગ લિસ્ટ (EDL)ની દવાઓ 1,386 થી વધારીને 1,479 કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી 57 દવાઓ રદ કરાઈ

ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિ. (GMSCL) દ્વારા વર્ષ 2024-25ની 1,386 દવાઓની સમીક્ષા કર્યા બાદ, 150 નવી દવાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે અને બિનજરૂરી 57 દવાઓ રદ કરવામાં આવી છે. જેના પરિણામે હવે આગામી વર્ષ માટે કુલ 1,479 જેટલી સર્જિકલ અને ડાયગ્નોસ્ટિક સહિતની જરૂરી દવાઓ દર્દીઓ (Patients)ને સરળતાથી ઉપલબ્ધ બનશે.

રાજ્યના પ્રત્યેક દર્દી માટે શ્રેષ્ઠતમ સારવાર અને ગુણવત્તાયુક્ત દવાઓ એ જ અમારી પ્રાથમિકતા: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા

આરોગ્ય મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યના છેવાડાના માનવી સુધી શ્રેષ્ઠતમ અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પહોંચાડવી એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Patel)ના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારની નૈતિક જવાબદારી છે.

રાજ્ય સરકાર (Gujarat Gov.) દ્વારા દર વર્ષે દવાઓની ખરીદી માટે એસેન્સિયલ ડ્રગ લિસ્ટને રિવાઇઝ કરવામાં આવે છે. EDLમાં સમાવિષ્ટ આ પ્રત્યેક દવા અને સર્જિકલ આઈટમ રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોથી લઈને મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો સુધીના તમામ સ્તરે વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે.

તેમણે વિગતવાર માહિતી આપતા કહ્યું હતું કે, રાજ્ય સરકારના એસેન્સિયલ ડ્રગ લિસ્ટ (EDL)માં પ્રાથમિક કક્ષાની 378 દવાઓ, સેકન્ડરી કક્ષાની 628 દવાઓ અને ટર્સરી કક્ષાની 1,475 દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગત વર્ષની સરખામણીએ જીવનરક્ષક દવાઓના ગ્રુપમાં મોટો વધારો

મુખ્ય રોગોની દવાઓમાં થયેલા વધારા અંગે મંત્રીએ જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીએ જીવનરક્ષક દવાઓના ગ્રુપમાં મોટો વધારો જોવા મળ્યો છે. એન્ટી-ઈન્ફેક્ટિવ મેડિસિન્સ 202 થી વધારીને 216, શ્વસનતંત્રની દવાઓ 29 થી વધારીને 40, આંખની દવાઓ 51થી વધારીને 58, ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલની દવાઓ ૫૨ (બાવન)થી વધારીને 56 તેમજ મેડિકલ ડિવાઈસીસની સંખ્યા 287 થી વધારીને 349 કરવામાં આવી છે.

આ ઉપરાંત વર્ષ 2025-26 ના EDLમાં હૃદયરોગની 116, કેન્સરની 56, ન્યૂરોલોજીકલ ડિસોર્ડર્સની 75 અને માનસિક રોગોની 43 દવાઓ સહિત અનેકવિધ દવાઓનો સમાવેશ કરીને આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે. રાજ્ય સરકાર દર વર્ષે ડ્રગ્સ ફોર્મ્યુલરીની સમીક્ષા કરી તેને અદ્યતન બનાવે છે, જેથી દર્દીઓને આધુનિક અને અસરકારક સારવાર મળી રહે, તેમ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ઉમેર્યું હતું.


આ પણ વાંચો: ભારતમાં નકલી દવાઓનું વધ્યું વેચાણ, 53 દવાના સેમ્પલ ફેલ, બજારમાં વેચાતી 25 ટકા દવાઓ નકલી

આ પણ વાંચો: ‘નોટ ઑફ સ્ટાન્ડર્ડ’ જાહેર થયેલી કફ સિરપ દવાઓનું ઉત્પાદન કરતી ગુજરાતની પેઢીઓ સામે રાજ્ય સરકારના કડક પગલા

આ પણ વાંચો: સરકારે દર્દીઓને મોટી રાહત આપી, 42 દવાઓના છૂટક ભાવ નક્કી કરવામાં આવ્યા