Winter/ ઠંડીની શરૂઆત સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ઠંડીથી રક્ષણ આપવા કરાઈ આવી વ્યવસ્થા

ઠંડીની શરૂઆત સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ઠંડીથી રક્ષણ આપવા કરાઈ આવી વ્યવસ્થા

Gujarat Others

@વૈશાલી કગરાણા,જૂનાગઢ

રાજ્યમાં ધીમેધીમે શિયાળો જામી રહ્યો છે.  માનવીની સાથે પશુઓ અને પ્રાણીઓ પણ ઠંડીનો ચમકારો અનુભવી રહ્યાં છે.

જૂનાગઢના સકકરબાગમાં પશુ-પક્ષીને ઠંડીથી રાહત મળી શકે તે માટે પ્રાણી સંગ્રહાલયના સંચાલકો દ્વારા અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. સિંહ, વાઘ, ચિત્તા અને દીપડા જેવા વન્ય પ્રાણીઓ માટે ખાસ હીટરની વ્યવસ્થા કરવામાં આવી છે.  આ ઉપરાંત પ્રાણીઓના શરીરનું ટેમ્પ્રેચર જળવાઈ રહે તેમજ તેમને ગરમ હુંફ મળતી રહે તે માટે પાંજરામાં ગ્રીન નેટ લગાવવામાં આવી છે.  જ્યારે આ સિવાય પક્ષીઓના પાંજરાને પણ ખાસ નેટથી કવર કરવામાં આવ્યાં છે.  તો ડિઝનસ અને હર્બી ઓરસ જેવા ગ્રાઉન્ડ બર્ડના પાંજરમાં ડ્રાય ઘાસ રાખવામાં આવ્યું છે, જેથી સૂકા ઘાસ માંથી તેમને ગરમ હૂંફ મળી રહે.  આં ઉપરાંત સાપ ,અજગર જેવા સરીસૃપના પાંજરામાં હાઈ વોલ્ટેજના લેમ્પ માટલામાં મુકીને તેમને ઠંડીથી રક્ષણ આપવાનો પ્રયાસ કરાયો છે.

જૂનાગઢ માં હવે ધીમે ધીમે શિયાળા ની ઋતુ ની શરૂઆત  થઈ રહી હોય અને ગુલાબી ઠંડી પડતી હોય ત્યારે મનુષ્ય તો ગરમ કપડાં અને તાપણા દ્વારા ઠંડી થી રક્ષણ મેળવી લે છે. પરંતુ મૂંગા પશુ પક્ષી માટે તો વ્યવસ્થા કરી દેવાની જવાબદારી ઝૂ ના કર્મચારી ની અને વનવિભાગ ની રહેતી હોય છે . ત્યારે જૂનાગઢ સકકરબાગ માં પશુ પક્ષી ને ઠંડી થી રાહત આપવા અલગ અલગ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.

KBC / ભરૂચનું ગૌરવ ..!! 14 વર્ષીય બાળક કેબીસીમાં જીત્યો આટલી મોટી …

સિંહ, વાઘ, ચિંતા દીપડા જેવા જંગલી પ્રાણીઓ માટે BMR નાઈટ હીટર ની વ્યવસ્થા કરવામાં આવે છે અને તેના માટે બનાવવા માં આવેલ કોટડી માં લાકડા ની બેન્ચ રાખવામાં આવે છે જેથી જમીનમાંથી આવતી સીધી ઠંડી થી તેમને બેન્ચ પર સુવાથી રાહત મળે અને શરીર નું ટેમ્પ્રેચર જળવાઈ રહે. આ સિવાય પાંજરા માં પણ ફરતી ગ્રીન નેટ લગાવી દેવામાં આવે છે.  જેથી વહેલી  સવાર ના સીધા ઠંડા પવન થી રક્ષણ મળી  શકે. આ સિવાય પક્ષી ઓ ના પાંજરા ને પણ નેટ થી કવર કરી લેવામાં આવે છે.

ગોંડલ / 12 વર્ષના ટેણિયાનો કમાલ, 100 સેકન્ડમાં 100 ભાગાકારનો પડકાર…

PM MODI / દિલ્હીમાં વિપક્ષ ખેડૂતોને ભ્રમિત કરી રહ્યો છે, પરંતુ અમે શંક…

હાલ અત્યારે જૂનાગઢ માં ગુલાબી ઠંડી ની શરૂઆત  થઈ ગય છે ત્યારે પ્રવાસી ઓ પ્રવાસન સ્થળો ની મુલાકાતે આવતા હોય છે ખાસ કરી ને સક્કરબાગ ઝૂ માં નેચરલ વાતાવરણ અને અનેક જાતના પશુ પક્ષી ઓ જોવા મળતા હોય છે ત્યારે પ્રવાસી ઓ સક્કરબાગ ની મુલાકાતે આવતા હોય અને પશુ પક્ષી માટે પણ ઠંડી થી રક્ષણ મળે એ માટે હીટ ઓફ હીટર જેવી અને નેટ જેવી વ્યવસ્થા ત્યાંના સંચાલકો દ્વારા કરવામાં આવેલી હોય તે જોય ખુશ થઈ જાય છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…