અમરેલી,
આજે એટલે કે 2 જુલાઈના રોજ એક સગીરે આરોપ લગાવ્યો છે કે અમરેલી જિલ્લામાં રહેતા તેના માતા-પિતાએ તેને વેશ્યાવૃત્તિમાં ધકેલી અને છેલ્લા છ મહિનામાં ઘણા લોકોએ તેનું યૌન શોષણ કર્યું. પોલીસે મંગળવારે આ માહિતી આપી હતી.
આપને જણાવીએ કે ચલાલાના નાંગધ્રા ગામમાં ખુદ સગા મા-બાપે પૈસાની લાલચમાં આવીને પોતાની જ લાડકી પુત્રીને વારંવાર જુદા જુદા માણસો સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરી હતી.
ચલાલા પોલીસ સ્ટેશનના ઉપ-નિરીક્ષક એચ ટેગાલિયાએ જણાવ્યું હતું કે આરોપી માતા-પિતાની શોધ થઈ રહી છે. તેમણે સોમવારે તેમની સામે આઈ.પી.સી. કલમ 376, 372, 114 ઉપરાંત પોક્સોની વિવિધ કલમો અને અનૈતિક વેપાર અટકાવવાના ધારાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. “પીડિતા હવે ગર્ભવતી છે અને અમે તેને પુનર્વસન કેન્દ્રમાં મોકલી દીધી છે.”
સગીરાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે છેલ્લા છ મહિનાથી તેના જ માતા- પિતા ધાક ધમકીઓ આપીને તેની પાસે આ અનૈતિક ધંધો કરાવતા હતા. સગીરાએ કહ્યું કે તેના માતા-પિતા પૈસાની લાલચમાં તેને જુદા જુદા લોકો સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરતા હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
