Not Set/ વિંંબલડનમાં રચાયો ઇતિહાસ, 15 વર્ષની કોરી ગૉફે 5 વખત ચેંપિયન રહેલી વીનસ વિલિયમ્સને હરાવી

વિંબલડનની ઓપન એરાની સૌથી યુવા ખેલાડી કોરી ગૉફએ વિંબલડન ચેંપિયન વીનસ વિલિયમ્સને હરાવી સૌ કોઇને ચોંકાવી દીધા છે. કોરી ગૉફે માત્ર 15 વર્ષની છે. તેમણે ટૂર્નામેન્ટની પહેલી જ મેચમાં વીનસ વિલિયમ્સને હરાવી શાનદાર જીત દાખ વીનસ વિલિયમ્સને 6-4,6-4થી હરાવી જે પછી વીનસ ટૂર્નામેન્ટથી બહાર થઇ ગઇ હતી. બંન્ને ખેલાડીઓ વચ્ચે આ મેચ એક કલાક અને […]

Top Stories Sports

વિંબલડનની ઓપન એરાની સૌથી યુવા ખેલાડી કોરી ગૉફએ વિંબલડન ચેંપિયન વીનસ વિલિયમ્સને હરાવી સૌ કોઇને ચોંકાવી દીધા છે. કોરી ગૉફે માત્ર 15 વર્ષની છે. તેમણે ટૂર્નામેન્ટની પહેલી જ મેચમાં વીનસ વિલિયમ્સને હરાવી શાનદાર જીત દાખ વીનસ વિલિયમ્સને 6-4,6-4થી હરાવી જે પછી વીનસ ટૂર્નામેન્ટથી બહાર થઇ ગઇ હતી. બંન્ને ખેલાડીઓ વચ્ચે આ મેચ એક કલાક અને 19 મિનિટ સુધી ચાલી હતી.

https://twitter.com/ajplus/status/1145780316730253312

કોરી ગૉફ વર્લ્ડ રેકિંગમાં 313માં સ્થાન પર છે. જેણે મેચની શરૂઆતમાં જ દમદાર પ્રદર્શન કર્યો અને શાનદાર ગ્રાઉંડસ્ટ્રોક્સ લગાવતા પોતાનાથી 24 વર્ષ સીનિયર ખેલાડીને માત આપી દીધી છે. ગૉફ ઓપન એરામાં વિંબલડન માટે ક્વોલીફાઇ કરનારી સૌથી યુવા ખેલાડી છે. આ જીત સાથે તેણે વર્ષની ત્રીજી ગ્રેડ સ્લેમ વિંબલડનમાં પોતાની સીનિયર ખેલાડીને માત દેવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. અમેરિકાની દિગ્ગઝ વીનસ વિલિયમ્સને વર્ષનાં ત્રીજા ગ્રેડ સ્લેમ વિંબલડનમાં મહિલા એકલ વર્ગનાં પહેલા રાઉન્ડમાં માત દીધા બાદ 15 વર્ષીય કોરી ‘કોકો’ ગૉફે માન્યુ કે, તેણે ક્યારે વિચાર્યુ નહોતુ કે તે આટલી મોટી જીત દાખલ કરી શકશે.

કોરી ગૉફે કહ્યુ કે, સ્વભાવિક છે કે મને શાનદાર ડ્રો મળ્યો તે માટે હુ ઘણી ખુશ છુ કે હુ આ કરી શકી. આપને જણાવી દઇએ કે, તેણે શાનદાર પ્રદર્શન કર્યુ અને મેચ દરમિયાન તે ઘણી પોઝીટીવ પણ દેખાઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.