Surat News/ છેડતી કરતાં યુવકને કિન્નરે જાહેરમાં શીખવ્યો પાઠ! વાળ પકડી બે લાફા ઝીંકતાં દશામાના વિસર્જનમાં બબાલ

Dashama Visarjan Controversy: સુરતના ઉધના દરવાજા વિસ્તારમાં દશામાની પ્રતિમા વિસર્જન યાત્રા દરમિયાન કિન્નર સાથે યુવકે અણછાજતી હરકત કરી હોવાનો આક્ષેપ થયો. રોષે ભરાયેલી કિન્નરે યુવકના વાળ પકડી બે લાફા ઝીંક્યા.

Gujarat Top Stories Surat
Dashama Visarjan Controversy: કિન્નરનો હાથ ખેંચતાં યુવકને મળ્યો જાહેરમાં મેથીપાક

Surat News: સુરતના ઉધના દરવાજા (Udhna Darwaja) વિસ્તારમાં દશામાના વ્રતના સમાપન નિમિત્તે યોજાયેલી પ્રતિમા વિસર્જન યાત્રા દરમિયાન અચાનક હોબાળો મચી (Dashama Visarjan Controversy) ગયો હતો. ડીજેના તાલે ભક્તો નાચગાનમાં મગ્ન હતા ત્યારે એક કિન્નર સાથે યુવકે અણછાજતી હરકત કરતાં મામલો ગરમાયો હતો. કિન્નરનો હાથ વારંવાર પકડીને ખેંચવામાં આવતાં તે રોષે ભરાઈ ગઈ હતી અને યુવકને જાહેરમાં જ બે લાફા ઝીંકી દીધા હતા.

Dashama Visarjan Controversy: દશામાની વિસર્જન યાત્રામાં ભક્તોની ભારે ભીડ

ઉધના દરવાજા વિસ્તારમાં દશામાના વ્રતના સમાપન બાદ પ્રતિમા વિસર્જન યાત્રા યોજાઈ હતી. વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને ડીજેના ધમાકેદાર તાલે લોકો ઉત્સાહભેર નાચી રહ્યા હતા. આ દરમિયાન એક કિન્નર પણ અન્ય લોકો સાથે નાચી રહી હતી. તેની સાથે સેલ્ફી લેવા માટે પણ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

યુવકે બે વખત હાથ પકડી ખેંચ્યો હોવાનો આક્ષેપ

નાચગાન દરમિયાન ભીડમાંથી એક યુવક કિન્નર પાસે પહોંચ્યો હતો. આક્ષેપ મુજબ યુવકે તેનો હાથ પકડીને અણછાજતી રીતે ખેંચ્યો (Transgender Harassment) હતો. પ્રથમ વખતની ઘટનાના થોડા સમય બાદ યુવકે ફરી આવી જ હરકત કરતાં મામલો વધુ ગરમાયો હતો.જાહેરમાં થયેલી આ ઘટનાથી કિન્નર રોષે ભરાઈ ગઈ હતી અને વિસર્જન યાત્રાનો માહોલ અચાનક બદલાઈ ગયો હતો.

કિન્નરે વાળ પકડી યુવકને બે લાફા ઝીંક્યા

યુવકની હરકતથી ઉશ્કેરાયેલી કિન્નરે તરત જ તેનો વિરોધ કર્યો હતો. તેણે યુવકના વાળ પકડીને જાહેરમાં જ તેના મોં પર બે લાફા ઝીંકી દીધા હતા. અચાનક બનેલી આ ઘટનાને કારણે થોડા સમય માટે નાચગાન અટકી ગયું હતું અને આસપાસ હાજર લોકો પણ ઘટના જોવા માટે એકઠા થઈ ગયા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો હોવાનું પણ સામે આવ્યું છે.


આ પણ વાંચો: રૂ.15 હજારની કમાણી, પરંતુ રૂ.975 કરોડની IT નોટિસ! સુરતની બોગસ ડાયમંડ કંપનીમાં રાજસ્થાનના દરજીને બનાવ્યા ડિરેક્ટર

આ પણ વાંચો: દિવ્યાંગ કર્મચારીઓ માટે બઢતીમાં અનામતનો રસ્તો ખુલ્યો, રાજ્ય સરકારની મોટી પહેલ

આ પણ વાંચો: ગુજરાતમાં હળવા વરસાદની આગાહી